હાલાકી:વિરમગામ મામલતદાર ઓફિસમાં બેસવા માટેની સુવિધાનો અભાવ

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર સહિતના અધિકારીઓને સામાજિક કાર્યકરે લેખિત રજૂઆત કરી

વિરમગામ મામલતદાર કચેરીમાં અરજદારોને બેસવા માટે સુવિધાનો અભાવ અંગે જાહેર હિતની રજૂઆત કરાઇ છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવા અંગે સંદીપ સાંગલે,આઈ.એ.એસ.જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર.અમદાવાદને સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ સંયોજક દલિત અધિકાર મંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે આવેલ તાલુકા સેવા સદન કચેરીમાં મામલતદાર બેસે છે. આ બિલ્ડિંગ નવું બનેલું ત્યારે પ્રવેશ વાળી જગ્યાએ અરજદારોને બેસવા માટે બાંકડાઓ ખુરશી મૂકવામાં આવી હતી. પરંતુ હાલમાં આ જગ્યાએ પાર્ટીસન બનાવીને અન્ય કામગીરી કરવા માટે ઓફિસો બનાવી દેવામાં આવી છે. જેથી આ કચેરીમાં આવતા અરજદારો મોટી ઉંમરના વૃદ્ધ, વિધવા બહેનો તેમજ વિકલાંગ અરજદારોને બેસવા માટે કોઈ સુવિધા રહી નથી.

આ કચેરીના પ્રથમ માળે તલાટી કમ મંત્રી, સર્કલ ઓફિસરની ચેમ્બરમાં પણ અરજદારોને બેસવા માટે ખુરશીઓ મૂકવામાં આવી નથી. તેમજ આ કચેરી બહાર પ્રથમ માળે બેસવા માટે કોઈ સુવિધા કરવામાં આવી નથી.જેથી આ કચેરીમાં આવતા તમામ અરજદારો હાડમારીનો સામનો સહન કરી રહ્યા છે તેમજ ખૂબ લાચારી અનુભવી રહ્યા છે. ઘણી વખત અરજદારોને નાછૂટકે કચેરીના કામ અર્થે આવતા હોય ત્યારે નીચે બેસવું પડે છે. તલાટીના ઉડાઉ જવાબનો ભોગ અરજદાર બન્યા છીએ.

આ બાબતે આપ ને વિનતી કરીએ છીએ કે નાગરિકોને સુવિધા માટે નીચેના ભોંયતળીએ તેમજ પ્રથમ માળે અરજદારો માટે બેસવાના બાકડા તેમજ આ કચેરીમાં આવેલ રૂમોમાં અરજદારોને બેસવા માટે ખુરશી મુકવામાં આવે તે બાબતે આપ ને વિનંતી કરું છું. આપ લોકશાહીને મજબૂત કરવા નાગરિકોના હક્કો અને અધિકારોનું રક્ષણ કરશો તેવી વિનતી કરું છું.

અન્ય સમાચારો પણ છે...