સરકારી અનાજના વેપલાનું નેટવર્ક:વિરમગામ મામલતદાર અને પુરવઠા મામલતદાર દ્વારા શંકાસ્પદ અનાજ ભરેલી આઇસર ઝડપી

વિરમગામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
શંકાસ્પદ અનાજ ભરેલી આઇસર ઝડપી - Divya Bhaskar
શંકાસ્પદ અનાજ ભરેલી આઇસર ઝડપી
  • વિરમગામ શહેરમાં સરકારી પુરવઠાનુ અનાજ બારોબાર સગેવગે થતુ હોવાની ચર્ચા
  • અનાજના 216 કટ્ટા, રૂ.8 લાખની આઇસર સહિત મળી કુલ 9.80 લાખનો મુદ્દામાલ જપ્ત

વિરમગામ શહેરમાં સરકારી પુરવઠા નુ અનાજ બારોબાર સગેવગે થતુ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે વિરમગામ શહેર થોડા દિવસ પહેલાં જ સાગર ટ્રેડિંગ નામની દુકાનમાંથી પુરવઠા મામલતદાર દ્વારા શંકાસ્પદ 250 કિલો અનાજનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો ત્યારે સોમવારે રાત્રે સેવાસદન પાસેથી શંકાસ્પદ આઇસર નીકળતા મામલતદાર પ્રવીણભાઈ ભટ્ટ અને પુરવઠા મામલતદાર શિલ્પાબેન પ્રજાપતિ દ્વારા આઇસર થોભાવી તપાસ કરતા આઇસરમાં ભરેલા અનાજના કટ્ટામાં તપાસ કરતા શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવેલ.

આઇસર ચાલકને આ જથ્થો ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછપરછ કરતા વિરમગામ શહેરની ગોલવાડી ભરવાડી દરવાજા વચ્ચે આવેલ સાગર ટ્રેડિંગ નામની દુકાનમાંથી ભરી ભોજવા રોડ ઉપર આવેલ લબ્ધિ ગોડાઉન લઈ જતો હોવાનું જણાવેલ અને માલ ખરીદીના બિલ ન હોય ચોખાના 216 કટ્ટા કુલ વજન 10,800કિલો અંદાજિત કિંમત ₹ 1.80 લાખ સહિત આઇસર ગાડી કિંમત 8લાખ મળી 9.80લાખ નો મુદ્દામાલ જપ્ત કરી સરકારી ગોડાઉન ખાતે સીઝ કરવામાં આવેલ.

વિરમગામ મામલતદાર પ્રવીણભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે વિરમગામ શહેરમાં શંકાસ્પદ અનાજનો જથ્થો હેરફેર થતો હોવાની બાતમીના આધારે નાયબ મામલતદાર શિલ્પાબેન પ્રજાપતિ સહિતની ટીમ સાથે ચેકિંગ માં નીકળતા ઉપરોક્ત શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડી જિલ્લા કલેકટરને રિપોર્ટ કરવામાં આવેલ છે જેની વધુ તપાસ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવશે.

સાગર ટ્રેડિંગના નાહીદ શેઠને સરકારી અનાજનો છુટક જથ્થો સરકારી અનાજનો લાભ લેતા ગ્રામ્ય અને શહેરીજનો દ્વારા પ્રતિ કિલો રૂપિયા 18 ના ભાવે વેચાણ આપી જતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે સરકારી અનાજ જરૂરિયાત મંદ સિવાયના ખોટા રેસનીગ કાર્ડઘારકો મફતનું સરકારી અનાજ વહેંચી રોકડી કરી લેતા હોવાનું જણાઈ રહ્યું છે અને છૂટક વેપારના નામે મસ મોટા સરકારી અનાજના વેપલાનું નેટવર્ક ચાલી રહ્યું હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...