આરોગ્ય:જિલ્લાને મલેરિયા મુક્ત કરવા અધિકારીઓની કર્મીઓને સૂચના

વિરમગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્રણની તાલીમ અપાશે

રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 2022 સુધી ગુજરાત અને 2030 સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન મેલેરિયા શાખા દ્વારા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેષ પરમારના માર્ગદર્શન મુજબ અમદાવાદ જીલ્લામાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2022માં મેલેરીયા એલિમિનેશન કરવાનું હોવાથી અમદાવાદ જિલ્લાના તમામ સ્ટાફને મલેરિયા અને અન્ય વાહક જન્ય રોગના અટકાવવા માટે મપહેવ, ફિહેવ, સીએચઓ, ડોક્ટરને તાલીમ આપી સંપૂર્ણ સજ્જ કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ ખાતે તાલીમમાં બુધવારે અધિક નિયામક ડૉ.નીલમ પટેલ, આરડીડી જી સી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેષ પરમાર દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ ઉપરાંત એએલએમ, સર્વે, આઇઆરએસ, આઇઇસી, પીપીપી વિશે સમજ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, કોઈ પણ તાવ મલેરિયા હોય શકે છે એટલે તાવ આવે તો આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ કરાવવી જોઈએ. પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...