મુલાકાત:વિરમગામની મુખ્ય સમસ્યા બાબતે નિરીક્ષણ કરી ઉકેલવા ખાતરી આપી

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા ઝોન કમિશનરે વિરમગામ શહેરની જાત મુલાકાત લીધી
  • દબાણો,ભૂગર્ભ ગટર સહિતના પ્રશ્નો નું નિરાકરણ લાવવામાં આવે તો વિરમગામ શહેરનો વિકાસ ઝડપી થાય તેવી લોકચર્ચા ચાલી રહી હતી

અમદાવાદ ઝોન નગરપાલિકા ના પ્રાદેશિક કમિશનર અનિલ રાણાવાસીયા એ 16સપ્ટેમ્બર ગુરૂવાર ના રોજ વિરમગામ શહેરના વિવિધ પ્રશ્નોની રજૂઆત ને લઈને નગરપાલિકા ખાતે પહોંચી વિવિધ સ્થળોની જાત મુલાકાત લીધી હતી. વિરમગામ શહેરમાં અમદાવાદ ઝોન નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર અનિલ રાણાવાસીયા એ વિરમગામ શહેર ની મુલાકાત લઈ વિવિધ વિસ્તારોના ગટરના પ્રશ્નો , વરસાદી ખુલ્લી ગટર , ભુગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશન, લીગસી વેસ્ટનુ નિરીક્ષણ, શહેરના જાહેર માર્ગો ઉપર દબાણ હેઠળ ની દુકાનો, તુટેલા રોડ રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું.

જેમાં કે બી શાહ સ્કૂલ,અક્ષરનગર સોસાયટી ગટરનો પ્રશ્ન, ગોલવાડ પંપીંગ સ્ટેશન હેઠળ દબાણના કેબીન, વરસાદી ખુલ્લી ગટરનું નિરીક્ષણ, બીયુ ફાયર એન ઓ સી વગરની મિલકતો,નીલકી વોટર વર્કસ થી વર્મી કમ્પોસ્ટ એસ.ટી.પી સાઇટ એસટીપી વર્મી કમ્પોસ્ટ લીચેટ પોન્ડ એમ આર એફ સેન્ટર ની જગ્યા,વર્મી કમ્પોસ્ટ એસ.ટી.પી સાઇટ થી લિગસી વેસ્ટ સાઇટ રેસ નંબર 1425 લેગસી વેસ્ટ નુ નિરીક્ષણ ,રૈયાપુર ત્રણ રસ્તાથી ભરવાડી દરવાજા થઈ ગોલવાડી દરવાજા દબાણ હેઠળ ની દુકાનો, માટલા વાળા મેનહોલ સીટી મહેલ પંપીંગ સ્ટેશન વરસાદી ખુલ્લી ગટરનું નિરીક્ષણ, ગોલવાડી દરવાજાથી લાકડીપીઠા થઈ નગરહોલ ગટરનો અને પાણી ભરાવવાનો પ્રશ્ન, રસ્તાનો પ્રશ્ન દબાણો, અરિહંત આગળ ગટરનો પ્રશ્ન, નગર હોલથી મુનસર લીગસી વેસ્ટનુ નિરીક્ષણ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું જણાવ્યું હતું કે આ બધા પ્રશ્નોનુ ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...