વિરોધ વંટોળ:ગઢડા,બોટાદના ઉમેદવાર સામે ભાજપમાં ભડકો, વિરમગામમાં હાર્દિક વિરુદ્ધ પોસ્ટરો લાગ્યાં

વિરમગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને ભાજપ તરફથી ગઈકાલે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે પક્ષ તરફથી કરવામાં જે ઉમેદવારોના નામ જાહેર કરાયા છે તેમાં કેટલીક બેઠક પરના ઉમેદવારોના નામ સામે રોષ જોવા મળી રહ્યો છે.

જેમાં ગઢડા અને બોટાદ વિધાનસભાની બેઠકો ઉપર ભાજપે સત્તાવાર ઉમેદવારો ની જાહેરાત કર્યા બાદ જિલ્લામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોએ આંચકો અનુભવી મોટા પ્રમાણમાં નારાજગી હોવાનું અને ઉમેદવારો બદલવા માટે માંગણી કરતા બોટાદ જિલ્લામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો.

તો બીજી તરફ વિરમગામ બેઠક માટે હાર્દિક પટેલનુ ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવતા વિરમગામના વોર્ડ-2ના રહીશો દ્વારા હાર્દિક પટેલનો વિરોધ કરી તેમના વોર્ડને પ્રાથમિક સુવિધાના મામલે જે અન્યાય થઈ રહ્યો છે તેમાં ન્યાય નહી મળતા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે હાર્દિક વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવતા ચૂંટણી ટાણે જ ભારે ગરમાવો વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...