તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:વિરમગામ પાલિકા સહિત તા.-જિ. પં.ની કુલ 60 સીટ માટે 499 ફોર્મ લેવાયાં

વિરમગામ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દિવસભર નામોને લઈને ચર્ચા ટોક ઓફ ધી ટાઉન રહી હતી
 • ભાજપ ના સંભવિત ઉમેદવારોનાં નામો ખાનગીમાં જાહેર કરાયા

વિરમગામ તાલુકા સેવા સદન ખાતેથી નગરપાલિકાની 36 સીટ, તાલુકા પંચાયતની 22સીટ અને જિલ્લા પંચાયતની 4 સીટ મળી કુલ 60 સીટ માટે 3 દિવસમાં 372 ફોર્મ અને ચોથા દિવસે 127 ફોર્મ સાથે 499ફોર્મ દાવેદારો લઈ ગયા હતા.

જેમાં વિરમગામ નગરપાલીકા ના કુલ 9 વોર્ડમાં 36 સદસ્યો 8 થી10 ફેબ્રુઆરી દરમિયાન 178 ફોર્મ અને ચોથા દિવસે62ફોર્મ સાથે કુલ240વિવિધ વોર્ડના દાવેદારો લઈ ગયા હતા હતા જેમાં ભાજપ, કોંગ્રેસ,આપ,બીએસપી સહીત અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ લઈ ગયા હતા ગુરૂવારના રોજ વોર્ડ દીઠ ભાજપ ની પેનલના નામો બિનઅધિકૃત ફરતા થયા હતા જેથી અમુક દાવેદારોએ અપક્ષ લડવા પણ તૈયારી કરી લીધી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

વિરમગામ તાલુકા પંચાયતની કુલ 20 સીટ માટે 8 થી10 ફેબ્રુઆરી દરમિયાન 146 ફોર્મ 11 ફેબ્રુઆરીએ વધુ 49 ફોર્મ સાથે કુલ195 ફોર્મ તેમજ જિલ્લા પંચાયતની વિરમગામ તાલુકા ની 4 સીટો માટે8-10 ફેબ્રુઆરી સુધીમાં 48 ફોર્મ અને 11 ફેબ્રુઆરીના રોજ વધુ 16 ફોર્મ સાથે 64 ફોર્મ ઉપડ્યા હતા.

12 ફેબ્રુઆરીના રોજભાજપ વિવિધ સીટ ના મેન્ડેટ જાહેર કરશે તેમ સ્થાનિક આગેવાનો જણાવી રહ્યા છે ત્યારે 11 ફેબ્રુઆરી ગુરૂવારના રોજ ભાજપ તરફથી વિવિધ વોર્ડની ટિકિટ ફાળવણી થઈ ગઈ હોવાનું જણાવી ખાનગીમાં નામો પણ જાહેર થયા હતા. ઉમેદવારો જાહેર થતાં ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં ચૂંટણી તૈયારીને લઈ ધમધમાટ ચાલુ થઈ ગયું છે. બીજી તરફ પક્ષ માટે પણ ઉમેદવારોની પસંદગી કરવી તે મુદ્દો મુંઝવણરૂપ બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો