તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ડૉ બાબાસાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતાની સૂચિમાં સમાવો

વિરમગામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દલિત અધિકાર મંચની સાસંદ ડૉ.કિરીટ સોલંકીને રજૂઆત

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાષ્ટ્રીય નેતાની યાદી બનાવવામાં આવી છે. આ યાદીમાં જેમના નામો છે તેમની તસવીરો સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારી ખર્ચે મુકવામાં આવે છે. રાષ્ટ્રીય નેતાની સૂચિમાં ડૉ બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવૈયા, દેશના પ્રથમ કાયદા પ્રધાન, ભારત રત્ન, વિશ્વ વિભૂતિ અને સિમ્બોલ ઓફ નોલેજ તરીકે વિશ્વમાં ગણના પામનાર દેશનું ગૌરવ વધારનાર મહા માનવનું નામ ઉમેરવા માટે ડૉ આંબેડકર સ્વાભિમાન સંઘર્ષ આંદોલન ચલાવનાર દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે અમદાવાદના સાંસદ ડૉ.કિરીટ સોલંકી જેઓ ચેરમેન રાષ્ટ્રીય અનુ.જાતિ અને અનુ.જાતિ કલ્યાણ સમિતિ, ભારત સરકારમાં પણ છે.

તેમને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવમાં ડૉ બાબા સાહેબ આંબેડકરને સમાવીને રાષ્ટ્રીય નેતાનું બિરુદ મળે તેવી લેખિત રજુઆત કરવામાં આવી છે. આ બાબતે કિરીટ રાઠોડે જણાવ્યું કે ગુજરાત સરકાર પાસે લાંબા સમયથી માંગ કરવામાં આવી છે. પણ રાજ્ય સરકાર ડૉ બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતા જાહેર કરવા માંગતી નથી.

આ બાબતે સરકાર યોગ્ય નિર્ણય કરે તે માટે દલિત ધારાસભ્યો સને સાંસદ સભ્યોને રજુઆત કરવાના અભિયાનના ભાગરૂપે આજે અમદાવાદ પશ્ચિમના સાંસદ સભ્ય ડૉ કિરીટ સોલંકીને રૂબરૂ મળીને ગુજરાત અને ભારત સરકાર દ્વારા ડૉ બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતા ઘોષિત કરે તેવી રજુઆતમાં કાર્યવાહી કરવા ભલામણ કરે તેવી માંગ મુકવામાં આવી હતી. ડૉ કિરીટ સોલંકી સાંસદ સભ્યે પણ આ બાબતે હકારાત્મક અભિગમ રાખી ડૉ બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતાની સૂચિમાં સમાવેશ થાય તે માટે ગુજરાત અને ભારત સરકારને પત્ર લખશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...