રખડતા ઢોરોનો અડિંગો:વિરમગામ યોગેશ્વર પાર્કમાં આખલાએ યુવાનને ફંગોળ્યો

વિરમગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘૂંટણે ફ્રેક્ચર થયું, અન્ય એક મહિલાને પણ અડફેટે લેતા સામાન્ય ઇજા : એક વૃદ્ધને લોકોએ બચાવી લીધા

વિરમગામ શહેરના માર્ગો ઉપર રખડતા ઢોરોનો અડિંગો ઘણા સમયથી શરૂ થયો છે. છતાં તંત્ર ચૂપકીદી સેવી રહ્યું છે જાહેર રસ્તા ઉપર ઢોરો બાખડવાના બનાવો દિન-પ્રતિદિન બને છે ત્યારે જાહેર રસ્તા ઉપર નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકો રોડ ઉપર ગાયો અને ધણખુટને ઉભેલા જોતા જ ભયભીત બની જાય છે. ત્યારે આવો જ બનાવ IOCકોલોની પાસે યોગેશ્વર પાર્કમાં અચાનક એક ધણખુટ(આખલો) ભુરાટો થતાં સોસાયટીમાંથી ચાલીને નીકળી રહેલા જયેશભાઈ દલવાડીને ફંગોળ્યા હતા જેમાં ઈજાગ્રસ્ત થતાં દવાખાને લઈ જતા તેમના ઘુટણની ઢાકણી ટુટી ગઈ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું જેથી તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

આખલાએ ત્યારબાદ એક મહિલાને પણ અડફેટે લેતા મહિલાને હાથ પગે સામાન્ય ઈજાઓ થઈ હતી. જ્યારે અન્ય એક વૃદ્ધ વ્યક્તિને આખલાથી બચાવી લેવાઇ હતી. વિરમગામ શહેરમાં અઠવાડિયામાં માં રખડતા પશુઓ દ્વારા ઘણા રાહદારીઓ વાહનચાલકોને નાની મોટી ઇજાઓ કરવામાં આવી છે પરંતુ છાશવારે રખડતા ઢોરો દ્વારા શહેરના નિર્દોષ રાહદારીઓ અને નાગરિકો ઘાયલ થતાં રોડ ઉપર નીકળતા જો બાળકો વૃદ્ધ સહિત સૌ કોઈ રખડતા ઢોર રસ્તા ઉપર જોતા જ ભય પામે છે.

અન્ય સમાચારો પણ છે...