પોલીસ તરફથી કાર્યકરની કાર્યવાહી:વિરમગામમાં પોલીસે રિક્ષા ફેરવી ગાઇડલાઇનનું પાલન કરવા જણાવ્યું

વિરમગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ પોલીસે શહેરમાં રિક્ષા ફેરવી લોકોને સાવધાન રહેવા સુચના આપી હતી. - Divya Bhaskar
વિરમગામ પોલીસે શહેરમાં રિક્ષા ફેરવી લોકોને સાવધાન રહેવા સુચના આપી હતી.
  • કોરોના સંક્રમણ ફરીથી માથું ઊંચકી રહ્યું છે ત્યારે નાગરિકોને સાવધ રહેવા સૂચના

વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન તરફથી વિરમગામની જાહેર જનતા તેમજ વેપારીઓને સૂચના આપવામાં આવે છે કે હાલમાં વધતા કોરોનાવાયરસ ના કેસો ના અનુસંધાને સરકાર ની ગાઈડલાઈન મુજબ દરેકે ફરજિયાત માસ્ક પહેરવું તેમજ વેપારીઓએ પોતાની દુકાન આગળ સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે માટે ગ્રાહકો માં જરૂરી અંતર જળવાઈ રહે તે માટે ડીસ્ટન્સ રાઉન્ડ બનાવવા જો આમ કરવામાં નહીં આવે તો પોલીસ તરફથી કાર્યકરની કાર્યવાહી કરવામાં આવશે જેની જાહેર જનતા તેમજ વેપારીઓએ નોંધ લેવી તેમ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા જાહેરરીક્ષા ફેરવી લાઉડસ્પીકર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...