તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:વિરમગામમાં  પરીણિતાને ત્રાસ અપાતાં ફિનાઇલ પીધું, સારવાર હેઠળ

વિરમગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા દ્વારા પતિ, સાસુ, નણંદ અને નણંદોઇ વિરુદ્ધ ફરિયાદ
  • મહિલાએ પોતાના પિયર લીમડીની કોર્ટમાં 5 સામે ફરિયાદ કરી હોવાની દાઝ રાખી ચઢામણીથી ત્રાસ આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો

વિરમગામ શહેરમાં રહેતી પરિણીતા દ્વારા તેના પતિ સાસુ નણંદ અને નણદોઈ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવા સહિત દહેજ બાબતે મારી નાંખવાની ધાકધમકી આપવા બાબતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં પરિવારના 4 સભ્યો વિરુદ્ધ ફરિયાદ આપી છે.

વિરમગામ શહેરમાં ભરવાડી દરવાજા પાસે રહેતી પરણિતા મહિલા કુસુમબેન મેહુલભાઈ દશરથભાઈ ઝાલા દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર પોતાના પતિ દ્વારા છેલ્લા 4 વર્ષથી શક વહેમ રાખી અવાર નવાર મારઝૂડ કરવામાં તથા શારીરિક માનસિક ત્રાસ આપતા હોય પોતાના પિયર લીમડીની કોર્ટમાં પતિ, 2 નણંદ અને 2 નણંદોઈ એમ કુલ 5 વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જે બાબતે મારા પતિએ મારા પિતાજીના ઘરે આવીને આ બાબતે સમાધાન કર્યું હતું અને હવે પછી આવું નહીં થાય તેમ જણાવ્યું હતું.

છેલ્લા નવ મહિનાથી હું વિરમગામ ખાતે મારા પતિના ત્યાં રહેવા આવી ત્યારથી મેં અગાઉ કેસ કર્યો હોવાનું મનદુખ રાખી મારા પતિ અને સાસુ દ્વારા ઝઘડો કરી મારઝુડ કરવામાં આવતી અને ઘરમાંથી કાઢી મુકવા માટે શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.અમદાવાદ ખાતે રહેતા મારા નણંદ અને નણંદોઈ દ્વારા ફોનથી મારા પતિ અને સાસુને ચડામણી કરતા હતા.

આ ત્રાસથી કંટાળીને પોતા કરવાનું ફીનાઇલ મહિલાએ પી લીધું હતું. જેને સારવાર અર્થે પાડોશીઓ દ્વારા સરકારી હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. જે બાબતે મહિલા દ્વારા પતિ મેહુલભાઈ ઝાલા, સાસુ જસીબેન ઝાલા, નણંદ પારૂલબેન પરમાર, નણંદોઈ વિજયભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...