પશુઓને પાંજરે મુકવા માગણી:વિરમગામમાં રાજમાર્ગો પર નીકળવું દુષ્કર બન્યું, ખૂંટે આધેડને ફંગોળ્યા

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આખલાએ બાઇકચાલક આધેડને અડફેટે લીધા હતા. - Divya Bhaskar
આખલાએ બાઇકચાલક આધેડને અડફેટે લીધા હતા.
  • શહેરમાં 2 દિવસમાં રખડતાં પશુઓએ 6 વ્યક્તિને અડફેટે લઇ નાની મોટી ઇજા પહોંચાડી, રખડતાં પશુઓને પકડી પાંજરે મુકવા માગણી

વિરમગામ શહેરના રાજમાર્ગો ઉપર રખડતા ઢોરોનો અડિંગો ઘણા સમયથી શરૂ થયો છે છતાં તંત્ર ચૂપકીદી સેવી રહ્યું છે જાહેર રસ્તા ઉપર ઢોરો બાખડવાના બનાવો દિન-પ્રતિદિન બને છે ત્યારે જાહેર રસ્તા ઉપર નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકો રોડ ઉપર ગાયો અને ધણખુટ ને ઉભેલા જોતા જ ભયભીત બની જાય છે.

બુધવારના રોજ 12 વાગ્યા આસપાસ બન્યો હતો. અચાનક એક ધણખુટ(આખલો) ભુરાટો થતાં જાહેર રોડ ઉપર આવતા જતા વાહનચાલકો અને રાહદારીઓની પાછળ દોટ મુકતા રોડ સમશાન થઈ ગયો હતો ત્યારે આ બનાવથી અજાણ એક બુઝુર્ગ પોતાની બાઇક લઇ ઉપર ઉપરોક્ત સ્થળેથી નીકળતા આખલાએ તેમને બાઈક સાથે ફંગોળ્યા હતા અને ઈજાગ્રસ્ત કર્યા હતા.

શહેરમાં બે દિવસમાં રખડતા પશુઓ દ્વારા 6થી વધુને નાની મોટી ઇજાઓ કરવામાં આવી છે ત્યારે વિરમગામના માનનીય ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા પશુ નિયંત્રણ કાયદા બાબતે વિરોધ વ્યક્ત કરાયો હતો. છાશવારે રખડતા ઢોરો દ્વારા શહેરના નિર્દોષ રાહદારીઓ અને નાગરિકો ત્યારે અચાનક ઘરની કમાનારી મુખ્ય વ્યક્તિ રખડતા ઢોરોથી ઘાયલ થાય છે ત્યારે તે પરિવાર ઉપર આભ ફાટી નીકળે છે.

અન્ય સમાચારો પણ છે...