તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:વિરમગામમાં 882ના લક્ષ્યાંક સામે 1218 જણાએ કોરોના વિરોધી રસી લીધી

વિરમગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ્યમાં કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકો રસીકરણ અંગે વધુ જાગ્રત
 • દસક્રોઈ, ધંધુકા અને ધોળકામાં બમણી સંખ્યામાં લોકોએ રસી લીધી

અમદાવાદ જિલ્લામાં કોવીડ સામે રક્ષણ આપતી રસીકરણ ઝુંબેશના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં 45 થી 59 વર્ષની વય ધરાવતા અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા 7,022 લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે 12,360 લોકોને રસી આપવામાં આવી છે. આમ,આ કેટેગરીમાં 176 ટકા લક્ષ્યાંક સિદ્ધ થયો છે. આ રસીકરણ સંદર્ભે વાત કરતા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શૈલેષકુમાર પરમાર કહે છે કે, રાજ્ય સરકારની રસીકરણ ઝુંબેશથી લોકોમાં રસી અંગે જાગૃતિ આવી છે. ખાસ કરીને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોએ રસી લઈ સુરક્ષા કવચ પ્રાપ્ત કર્યું છે. પરમાર ઉમેરે છે,આ રસીકરણ ઝુંબેશમાં આશાવર્કર બહેનોએ ઘરે-ઘરે જઈ લોકોને સમજાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

જો અમદાવાદ જિલ્લામાં તાલુકાવાર જોઈએ તો. વિરમગામમાં 822ના લક્ષ્યાંક સામે 1,218 લોકોએ, બાવળા તાલુકામાં 814 ના લક્ષ્યાંક સામે 1,021 લોકોએ, દસક્રોઈમાં 1160 લોકો સામે 2,556 લોકોએ, ધંધુકામાં 434 લોકો સામે 1,239 લોકોએ,ધોળકામાં 703 લોકોના લક્ષ્યાંક સામે 1856 લોકોએ, દેત્રોજમાં 619ના લક્ષ્યાંક સામે 943 લોકોએ રસી લીધી છે. તો માંડલમાં 501ના લક્ષ્યાંક સામે 812 લોકોએ, સાણંદમાં 1,420ના લક્ષ્યાંક સામે 2406 લોકોએ, ધોલેરામાં 549ના લક્ષ્યાંક સામે 309 લોકોએ રસી લીધી છે. આમ, અમદાવાદ ગ્રામ્યના નવ તાલુકાઓમાં કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોમાં રસીકરણ અંગે ભારે જાગૃતિ જોવા મળી રહી છે.

આગામી 1 એપ્રીલથી તો 45થી વધુ વય ધરાવતા તમામ લોકોને રસી આપવાનું સરકારે નક્કી કર્યું છે. જેથી મોટી સંખ્યામાં નાગરિકોને રસી આપવામાં આવશે. જેમાં કો-મોર્બિડ ધરાવતા લોકો પાસે કોઇ પણ પ્રકારના સર્ટીફિકેટ માગવામાં આવશે નહીં. એક તરફ રાજ્યમાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુમાં વધુ નાગરિકો રસી અભિયાનમાં જોડાઇ કોરોનાને મહાત આપે તે માટે સરકારે કમર કસી છે.

જિલ્લા કક્ષાએ રસીકરણ અંગેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં અપાયેલા ટાર્ગેટ સામે વધુ લોકો રસી લેવા માટે આવતા હોવાનું ધ્યાને આવ્યું છે. તો ક્યાંક સરકાર પણ લોકોમાં જાગૃતિ આવે અને તેઓ પણ રસી લે તેવા પ્રયાસો શરૂ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો