અનોખી ભક્તિ:વિરમગામમાં રામદેવપીરના ભક્તે રોજ 1 કિલો મરચા ખાઈને નોરતા ઉજવ્યા

વિરમગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરમગામમાં રામદેવપીરના નોરતા દરમિયાન સવાર સાંજ 1 કિલો લીલા મરચા ખાઈને ઉપવાસ કર્યા. 10 દિવસમાં 10 કિલો મરચા ખાવા છતાં કોઈ તકલીફ થઈ નથી. - Divya Bhaskar
વિરમગામમાં રામદેવપીરના નોરતા દરમિયાન સવાર સાંજ 1 કિલો લીલા મરચા ખાઈને ઉપવાસ કર્યા. 10 દિવસમાં 10 કિલો મરચા ખાવા છતાં કોઈ તકલીફ થઈ નથી.
  • 10 દિવસમાં 10 કિલો લીલા મરચા ખાવા છતાં કોઈ તકલીફ નહીં

વિરમગામ એમ.જે.હાઇસ્કૂલની પાછળ આવેલ હાથી તલાવડી વિસ્તારમાં રહેતા પુંજાભાઈ દેવાભાઈ મારવાડી સલાટ છેલ્લા 20 વર્ષથી ભાદરવી એકમથી શરૂ થતા રામદેવપીરના નોરતા દરમિયાન ઉપવાસ કરે છે અને નવ દિવસ દરમિયાન સવાર અને સાંજ રામદેવપીર ભગવાનને લીલા મરચાનો પ્રસાદ ધરાવીને સવાર સાંજ 500-500 ગ્રામ તીખા લીલા મરચાં કાકડીની જેમ ખાવા લાગે છે.

આ બાબતે તેમને પૂછતાં જણાવેલ કે ઉપવાસ દરમિયાન ફરાળમાં ફ્રૂટ દૂધ માવા મીઠાઈ લોકો આરોગે છે પરંતુ મેં બાબા રામદેવ પીરને પ્રસન્ન કરવા ફક્ત લીલા મરચા ખાઈને ઉપવાસ કરવાનું શરૂ કરેલ છે અને દસ દિવસ દરમિયાન 10 કિલો લીલા મરચા ખાવા છતાં બાબા રામદેવપીરમાં આસ્થા અને તેમના આશીર્વાદને લઈને કોઈ શારિરિક તકલીફ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...