તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિરમગામમાં દારૂના ગુનામાં ફરાર 2 આરોપી ઝડપાયા, બંને આરોપી લાંબા સમયથી ફરાર હતા

વિરમગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વીરમગામ રુરલ પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ગુન્હામાં અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને વિરમગામના ટાવરચોક વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. વિરમગામ ડિવિઝન મદદનીશ પોલીસ અધિક્ષક ડો. લવીના સિન્હાના માર્ગદર્શન મુજબ ટાઉન પી.એસ.આઇ એમ.એ.વાઘેલા, પી.એસ.આઇ. જે.એમ.પટેલ, એએસઆઇ મહેન્દ્રભાઈ જગાજી તથા સ્ટાફ રોહિતભાઈ માધુભાઈ, ઇન્દ્રજીતસિંહ જીલુભા પ્રદ્યુમનસિંહ દિલીપસિંહ, જયદીપસિંહ જવાનસિંહની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે,

વિરમગામ રુરલ પોલીસ સ્ટેશન પ્રોહીના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી કરસનભાઈ ભુપાજી પુરોહિત (રહે.ધાનોલ તા.રાણીવાડા જી.ઝાલોર,રાજસ્થાન) અંગત કામ કાજ માટે ટાવર ચોકમાં આવ્યો હોવાની બાતમી આધારે આરોપીને ઝડપી પાડયો હતો. તેમજ ટાઉન પોલીસ સ્ટેશન પ્રોહીનો 12 માસથી નાસતા ફરતા આરોપી વસીમ ઉર્ફે બાડો (રહે. વિરમગામ)ને માંડલ ગામ તરફથી આવવાનો હોવાની બાતમી મળતા પી.આઇ. એમએ વાઘેલા વગેરે સ્ટાફ દ્વારા ભોજવા ગામ પાસે વોચ ગોઠવી ઝડપી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો