છબરડો:આયુષ્માન યોજના અંતર્ગત આપવામાં આવતા હેલ્થ કાર્ડમાં છબરડા, લોકોની અટક બદલાઇ

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકોની અટક બદલાઇ ગઇ હતી. - Divya Bhaskar
લોકોની અટક બદલાઇ ગઇ હતી.
  • વિરમગામ તાલુકાના કાલિયાણા ગામે અપાયેલા કાર્ડમાં એજન્સીની બેદરકારીને કારણે લાભાર્થીઓની અટક બદલાતાં લાભાર્થીઓ સરકારી આરોગ્ય સેવાથી વંચિત રહેતા કોના ઇશારે કારસો રચાયો તે તપાસનો વિષય

વિરમગામ તાલુકાના કાલીયાણા ગામે સેંકડો લોકોના આયુષ્માન ભારત યોજનાના ઇસ્યુ થયેલા કાર્ડમાં એજન્સીની બેદરકારી કે જાણીજોઈને એજન્સીના કર્મચારી દ્વારા લાભાર્થીઓની અટકો બદલાવી દેવામાં આવી હોવાથી જરૂરિયાતના સમયે લાભાર્થીઓ સરકારી આરોગ્ય સેવાથી વંચિત રહે તેવો કારસો કોના ઇશારે થયો તે તપાસનો વિષય બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરતી એજન્સી દ્વારા અન્ય ગામોમાં પણ હેલ્થ કાર્ડ માં છબરડા કરવામાં આવ્યા છે.

કાલીયાણ ગામ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કાલીયાણા ગામના 60% લોકોને એવો પ્રશ્ન છે કે જે પીએમ જયના કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે. અથવા તેને રીન્યુ અમારા તરફથી કરવામાં આવે છે. જેમાં મેનુમાં રેશનકાર્ડ વિભાગની એરર આવવાના કારણે અરજદારના અટકમાં ફેરફાર થઈ જાય છે. અરજદારની અટક મોરી હોવા છતાં રેશનકાર્ડના સોફ્ટવેરમાં ઠાકોર અટક આવે છે. જે મિસમેચ થવાના કારણે અરજદારોના કાર્ડ ઇસ્યુ થઈ શકતા નથી. એ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં આ બાબતે કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી.

જેના કારણે અરજદારોને તાલુકા સેવા સદન ખાતે રૂબરૂ જઈ અરજી કરવી પડે છે અને ધક્કા ખાવા પડે છે ત્યારે પ્રાપ્ત વિગત મુજબ અન્ય ગામોમાં પણ આવા પ્રશ્નો ઉદભવતા હોય દિવસભર તાલુકા સેવા સદન રહેવા છતાં ગરીબ અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે અને આર્થિક ખર્ચ કરવો પડે છે.નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા જરૂરિયાત મંદ કુટુંબોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આપવામાં આવતા ફેમિલી હેલ્થ કાર્ડ માં અટકો બદલાઈ ગઈ છે.

વિરમગામ તાલુકાના કાલીયાણા ગામે સેંકડો લોકોના આયુષ્માન ભારત યોજના ના ઇસ્યુ થયેલ કાર્ડ માં એજન્સીની બેદરકારી કે જાણીજોઈને એજન્સીના કર્મચારી દ્વારા લાભાર્થીઓની અટકો બદલાવી દેવામાં આવી જરૂરિયાતના સમયે લાભાર્થીઓ સરકારી આરોગ્ય સેવા થી વંચિત રહે તેવો કારસો કોના ઇશારે પ્રાપ્ત માહિતી અનુસાર આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરતી એજન્સી દ્વારા અન્ય ગામોમાં પણ હેલ્થ કાર્ડ માં છબરડા કરવામાં આવ્યા છે ત્યારે આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલા લઇ યોગ્ય ઉકેલ શોધવો જોઈએ તેવુ લાભાર્થીઓ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...