દબાણ દૂર:વિરમગામમાં ટાવર સુધીના ગેરકાયદે ઓટલા દૂર કરાયા

વિરમગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના ટાવર રોડ પર વેપારીઓ અને ચીફ ઓફિસર, કાઉન્સિલરોને રકઝક

વિરમગામમાં આવેલા મુખ્ય માર્ગ ગોલવાડી દરવાજા થી ટાવરચોક સુધીના રોડ નવીનીકરણનુ કામ ચાલી રહ્યું છે. ત્યારે મંગળવારના રોજ વિરમગામ નગરપાલીકા દ્વારા રોડ પરના દુકાનદારોને ટૂંકી નોટિસ આપી ગણતરીના કલાકોમાં જીસીબી દ્વારા રોડની બહાર આવેલા ગેરકાયદે ઓટલા અને ફુટપાથ દૂર કરવાનું શરૂ કરતા વેપારીઓમાં રોષ વ્યાપ્યો હતો.

વિરમગામ-શહેરમા ગોલવાડી દરવાજાથી ટાવર ચોક સુધી નવા RCC રોડનુ ખાતમુહૂર્ત નગરપાલિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું હતું. ટાવરથી ગોલવાડ સુધીનો મુખ્ય રાજમાર્ગ 34,24,900ના ખર્ચે બની રહ્યો છે. વર્ષો જુના ડામર રોડ ની જગ્યાએ નવો આરસીસી રોડ બનવાનો હોય વેપારીઓ નગરજનોમાં હરખની હેલી ઊભરાઈ આવી હતી. રોડના કોન્ટ્રાક્ટ લેનાર કોન્ટ્રાક્ટર દ્વારા ગોલવાડી દરવાજા સુધીના જુના ડામરના રસ્તાને તોડી ખોદાણ કામ કરવામાં આવ્યું હતું ત્યારે મંગળવારના રોજ નગરપાલિકા દ્વારા રોડ પરના વેપારીઓને નોટિસ આપી તાત્કાલિક રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા જણાવ્યું હતું. જ્યારે 12:00 કલાકે નગરપાલિકાના 3 જીસીબી દ્વારા ગેરકાયદે ઓટલા ફૂટપાથનું દબાણ દૂરની કાર્યવાહી શરૂ કરી હતી. ટાવર રોડ પર વેપારીઓ અને ન.પા ચીફ ઓફિસર કાઉન્સિલરોને રકઝક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...