તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિરમગામ-માલવણ હાઇવે રોડ વણી ગામના પાટિયા પાસે આવેલ રેડીયન્ટ પોલીમર કંપનીમાં ગ્રામપંચાયતના પદાધિકારીઓ-અધિકારીઓ હપ્તા લઇ અનધિકૃત પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતા હોઇ કાર્યવાહી કરવા બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત અનેક અધિકારીઓને સામાજિક કાર્યકર દ્વારા લેખિત અરજી કરાઈ છે. કંપની દ્વારા કેમિકલનો જમીનમાં નિકાલ કરાતો હોવાથી વ્યાપક નુકસાન થઇ રહ્યું હોવાનું લેખિતમાં જણાવાયું છે.
લેખિત અરજીમાં જણાવ્યા અનુસાર વિરમગામ- માલવણ રોડ ઉપર વણી ગામ પાસે આવેલી રેડીયન્ટ પોલીમર પ્રા.લિ.માં પ્લાસ્ટીકની બનાવટો બનતી હોઇ તેમાં વપરાતા ઝેરી નુકસાનકર્તા કેમિકલો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાના બદલે જમીનમાં ઉતારતા હોઈ ગામ લોકોએ ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરી છે. પરંતુ યેન કેન પ્રકારે ખેડૂતોના અવાજને પૈસાના જોરે કંપનીના માલિકો દબાવી રહ્યા છે. ગ્રામપંચાયતના સરપંચ અને અન્ય પદાધિકારીઓ મોટી રકમ ગામના વિકાસના નામે લઈ પોતાનો વિકાસ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલે છે અને કંપનીને અનધિકૃત પ્રવૃતિમાં મદદ કરી રહયા છે પરિણામે જમીનમાં ઉતારતા દૂષિત કેમીકલથી જમીનના તળના પાણીમાં ભળતા આ પાણી દૂષિત થવાથી ખેતીના પાકોને પણ નુકશાન થાય છે અને આ વિસ્તારના લોકો અને પશુ-પક્ષીનું આરોગ્ય પણ જોખમાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
તેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી કંપની સરકારના નિયમોનું પાલન કરે તેમજ સરકારી જમીન ઉપર કરેલા દબાણ અને રસ્તાઓ પણ પ્લાન એસ્ટિમેન્ટ મુજબ નથી અને રાજકીય વ્યકિતઓ હપ્તા લઈ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોઇ જવાબદાર લોકો ઉપર પગલાં ભરવા વિનંતી સાથે અરજ કરતા નથુભાઈ એન.રાઠોડ દ્વારા. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત મુખ્યમંત્રી, તકેદારી આયોગ અધિકારી, કલેક્ટર અમદાવાદ, પ્રાંત અધિકારી વિરમગામ, મામલતદાર વિરમગામ સહિતનાઓને લેખિત જાણ કરી છે. અગાઉ પણ ગામના લોકોએ આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કરવામાં નહીં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. ઝેરી કેમિકલનો જમીનમાં નિકાલ કરાતો હોવાથી જમીનનો કલર પણ બદલાઇ ગયો છે. પશુ તથા પંખીઓ પર તેની આડઅસર થઇ રહી છે. જમીનમાં રહેલા પાણીમાં કેમિકલ ભળવાથી પાણી પણ દૂષિતબન્યું છે. જેથી આ અંગે ઝડપથી યોગ્ય કરવા લેખિતમાં જણાવાયું છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.