વિકાસ:વિરમગામમાં મુખ્ય ભૂગર્ભ ગટરની રજૂઆતને લઇ સરકાર દ્વારા 11.49 કરોડનાં કામ મંજૂર

વિરમગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટર ઉભરાવાની સમસ્યાને લઇ સરકારમાં ધારદાર રજૂઆત કરાતાં સરકાર દ્વારા કરોડોનાં કામો માટે મુખ્યમંત્રીની ભલામણથી કામો તાત્કાલિક મંજૂર કરી દેવાયા

વિરમગામ નગરપાલીકાના ભુગર્ભ ગટર યોજનના પ્રશ્નો દિનપ્રતિદિન વધતા જાય છે. વિરમગામ ભુગર્ભ ગટરના પ્રશ્નના નિવારણ લાવવા માટે અગાઉ પણ વારંવાર સરકારમાં રજુઆત કરવામાં આવેલી છે. હાલમાં ભુગર્ભ ગટરના પ્રશ્નો નગરપાલીકામાં સામાન્ય વહીવટ કરવામાં નડતર રૂપ થતા હોઇ આ બાબતે ટેકનીકલી સક્ષમ એજન્સી દ્વારા ડી.પી.આર બનાવી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરને મોકલી આપેલ હોઇ મંજુરી આપવા અને ગામતળ વિસ્તાર માટે એસ.ટી.પી ની સુવિધા એન.જી.ટી ની ગાઇડલાઇન મુજબ જરૂર હોઇ એસ.ટી.પી ના અંદાજ બનવા સુચનાઓ થવા વિનંતી છે. તેમ વિરમગામ નગરપાલીકાના ઉપ પ્રમુખ દિપાબેન મિલનભાઇ ઠક્કર, પ્રમુખ ચેતનભાઈ રાઠોડ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રૂબરૂ અને પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી.

વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોની સુખાકારીમાં પ્રાણ પ્રશ્ન રૂપ ભૂગર્ભ ગટર યોજના માટે આજ દિવસ સુધી થયેલ કામગીરી ની રૂપરેખા (1) સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના તળે કેજ-1 તથા ફેજ -2 એમ કુલ-2 ભાગમાં ભૂગર્ભ ગટર યોજના બનાવવાનું (સુધારણા તથા વિકસતી વિસ્તારમાં નવું નેટવર્ક) નક્કી કરવામાં આવ્યું.બન્ને ફેજની P.M.C માર્શ પ્લાનિંગ,અમદાવાદ હતી જ્યારે એજન્સી અલગ-અલગ હતી,માર્શ પ્લાનિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડી.પી.આર મુજબ નિયત થયેલ એજન્સી પાસે P.M.C દ્વારા સુપર વિઝન કરવામાં આવ્યું જેમાં બન્ને ફેજમાં રહી ગયેલ કામો તથા અધુરા કામો અંગે દુર્લક્ષ સેવામાં આવ્યું બન્ને ફેજમાં કામો અધૂરા છોડવામાં આવેલા છે. ફેજ-2 માં ભૂગર્ભ ગટર યોજના ના નેટવર્કના કામો અધૂરા,ક્ષતિગ્રસ્ત તથા હલકી ગુણવત્તા વાળા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ કામોની મરમત્ત અને નિભાવ ની કામગીરી ફેજ-2 ની એજન્સી પી.સી સ્નેહલ દ્વારા આજ દિવસ સુધી કરવામાં આવેલ નથી. વિરમગામ નગરપાલીકા દ્વારા હયાત યોજનાને સુદ્રઢ બનાવવા ગુજરાત શહેરી વિકાસ કંપની તથા પ્રાદેશિક કમિશનર ની કચેરી મારફતે સંદર્ભિત પત્ર એક તથા બે થી મને પૈસા રજૂઆત કરવા આવેલ જે પરત્વે અમદાવાદ દરખાસ્તને સિદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકાર તરફથી મળતા રૂપિયા 11.49 કરોડના કામોની દરખાસ્ત ને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શરતો સાથે સુધારેલ સિદ્ધાંતિક મંજૂરી આપવાની શરતે સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવેલ છે. જેમાં સિવર ક્લેક્ટિગ સિસ્ટમ માટે 563.12લાખ, હાઉસ કનેક્શન ચેમ્બર 220.44લાખ,રાઇઝિંગ મેનન 108.25લાખ,પંપીંગ સ્ટેશન 68.48લાખ,સ્કીન ચેમ્બર 3.57લાખ,પંપીંગ મશીનરી 58.77લાખ,જૂની પાઇપલાઇન બદલવાનું કામ 45.68લાખ, 3℅ કન્ટીજન્સી 32.05લાખ,મરામત અને નિભાવણી 2 વર્ષો સુધી ના 48.40 લાખ સહિત કુલ રૂપિયા 1148. 76 લાખ ના ભૂગર્ભ ગટરના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...