તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બુધવારે સાંજે ગાંગરડીથી વાંકાનેર રૂટ ઉપર એસટી બસ લઈને ડ્રાઇવર નરેન્દ્રસિંહ ખોડાભાઈ પરમાર લઈને નીકળેલ જે અમદાવાદથી વાકાનેર જવા નીકળેલી જે વિરમગામ હાઇવે તરફ જતા વિરમગામ નજીક જખવાડા ગામ પાસે પહોંચતા પાછળની તરફથી આવી રહેલ ટ્રેલરને સાઈડ આપવા જતા રોડ સાઈડમાં આવેલ માઇલસ્ટોન સાથે ટાયર ભટકાતા રોડની સાઈડમાંમાં પલટી મારી ગઈ હતી. જેમાં ડ્રાઈવર ને સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે પેસેન્જરોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાથી લોકોના ટોળે ટોળા વળી ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી. પોલીસે કાર્યવાહી કરી હતી.
બસ પલટી ખાતા એસટી બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. જે બાબતની ફરિયાદ એસટી બસના ડ્રાઈવર દ્વારા વીરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે બસ ડ્રાઇવર સામે કાર્યવાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અકસ્માતના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. લોકો બેફામ વાહનો ચલાવી અકસ્માત નોંતરે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.