અકસ્માત:વિરમગામમાં ટ્રેક્ટર ચાલકે બાળકીને હડફેટે લેતા મોત

વિરમગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા વાહનચાલકે અકસ્માત કર્યો
  • સૂર્ય ગોવિંદ સોસાયટી પાસે બાળકી રમતી હતી ત્યારે ઘટના બની

વિરમગામમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટ્રેક્ટરના ચાલકે બાળકીને હડફેટે લેતા તેનુ ઘટનાસ્થળે જ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. વિરમગામ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા ખાનગી વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો છે ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રેક્ટર સાથે ટ્રોલી જોડી સોસાયટી વિસ્તારોમાં તેમજ જાહેર માર્ગો ઉપર ટ્રેક્ટર દ્વારા ડોર ટુ ડોર કચરો કરાવવામાં આવે છે.

11 નવેમ્બરે સવારે 10 વાગે વોર્ડ નંબર 8 માં આવેલ સૂર્ય ગોવિંદ સોસાયટી પાણીની ટાંકી પાસે આવેલ રો હાઉસ પાસે ટ્રેક્ટર ચાલકે બે જવાબદાર રીતે ટ્રેક્ટર ચલાવતા ટ્રેક્ટરની પાછળની ટોલીમાં ટાયરની આગળના ભાગે ઘર પાસે રમતી દોઢ વર્ષની બાળકી આવી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સ્થળ પર જ બાળકીનું મોત થયુ હતુ.

ત્યારે કોઈ હાજર ન હોય ટ્રેક્ટર ચાલક સ્થળ પર જ ટ્રેક્ટર મૂકી નાસી ગયો હતો જ્યારે બાળકીના કૌટુંબિક મામા ઘર તરફ આવતા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકને ભાગી જતા જોયેલો જેથી ટ્રેક્ટર પાસે આવીને જોતા પોતાની ભાણીને જ ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગયેલ જોઈ બુમાબૂમ કરતા ઘરમાંથી બાળકીની માતા સહિતના લોકો દોડી આવેલ અને બાળકીને સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલ જાહેર કરી હતી.

જે બાબતે બાળકી માનવી ના પિતા જીગરભાઈ બળદેવભાઈ ઠાકોર દ્વારા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદ અનુસાર મૃતક બાળકી માનવી ઉંમર આશરે 1 વર્ષ નું નગરપાલિકા સંચાલિત ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટ્રેક્ટરના અજાણ્યા ચાલકે ગફલત ભરી રીતે ટ્રેક્ટર ચલાવી માનવીનું મોત નીપજાવી ફરાર થઈ જતા બાળકીના પિતાએ ફરિયાદ આપતા વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ડોર ટુ ડોર એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
વોર્ડ નંબર 8માં સૂર્ય ગોવિંદ સોસાયટી પાસે બાળકી પાલિકાના ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ખાનગી એજન્સીના ટ્રેક્ટર માં આવી જતા તેનું મોત થવાની ઘટના બની હોવાનું જાણ થતા નગરપાલિકા પ્રમુખ ચેતનભાઇ રાઠોડ અને ઉપપ્રમુખ દીપાબેન ઠક્કરે સરકારી હોસ્પિટલ પહોંચી બાળકીના પરિવારજનોને સાંતત્વ આપી હતી તેમજ પાલિકાના સદસ્યો દ્વારા શક્ય આર્થિક સહાય તેમજ નગરપાલિકા દ્વારા સરકારી જોગવાઈ મુજબ આર્થિક સહાય પરિવારજનોને આપવામાં આવશે તેમજ કચરાની ડોર ટુ ડોર એજન્સી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...