તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરમગામ મામલતદારના દરોડા:વણી ગામની સીમમાંથી ગેરકાયદે માટી લઇ જતાં 6 ટ્રેક્ટર ઝડપાયા, જીસીબી કબજે

વિરમગામ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
મામલતદારે કાર્યવાહી કરતાં ફફડાટ ફેલાયો છે. - Divya Bhaskar
મામલતદારે કાર્યવાહી કરતાં ફફડાટ ફેલાયો છે.

વિરમગામ શહેર તાલુકામાં વિવિધ જગ્યા ઉપર નવા કન્સ્ટ્રક્શનના બાંધકામો થઈ રહ્યાં છે. ત્યારે આવા બાંધકામો માં જરૂરી લેવલીંગ માટે સરકારી તલાવડી પડતર અને ગોચર જમીન ઉપર ભૂમાફિયાઓ ની નજર હોય છે. 1 ફેબ્રુઆરીના રોજ વિરમગામ મામલતદાર યોગરાજસિંહ ખાનગી માહિતી મળી હતી કે વિરમગામ તાલુકાના વણી ગામે ગેરકાયદે માટી ખનન થઈ રહ્યું છે જે બાબતે મામલતદાર દ્વારા જે તે વણી ગામની સીમમાં સ્થળ પર રેડ કરતા સરકારી પડતર જમીન જુનો સરવે નંબર 36માં માટી ખનન ચાલુ હતું જેથી સ્થળ પરથી 1 જીસીબી સહિત 6 ટ્રેક્ટરો ઝડપી પાડયા હતા.

ગેરકાયદે માટી ખનન માં ઝડપાયેલા તમામ વાહનો વીરમગામ રુરલ પોલીસ સ્ટેશન ખાતે ડિટેઇન કરવામાં આવેલ હતા અને મામલતદાર દ્વારા ખાણ ખનીજ વિભાગ ને આગળની કાર્યવાહી માટે જાણ કરી હતી મામલતદાર દ્વારા ગેરકાયદે માટી ખનન બાબતે રેડ કરતા ગેરકાયદે માટી રેતી ખનન કરતા ભૂમાફિયાઓમાં સોપો પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો