તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બળાત્કારના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાસતા ફરતા તેમજ પેરોલ/ ફર્લો જમ્પ થયેલા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાએ એલસીબી પીઆઇને આપેલી સૂચના અન્વયે એલસીબી પીઆઇ ડી.એન. પટેલ, પીએસઆઇ કે.કે. જાડેજા, બી.એચ.ઝાલા અને એલસીબીની અલગ અલગ ટીમો દ્વારા આરોપીઓ પકડવા કવાયત હાથ ધરી હતી. વિરમગામના સુરજગઢ ગામેથી અમદાવાદ જિલ્લાના બાવળા પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુનામાં 2019થી નાસતા ફરતા આરોપી કિરીટ ગણપતભાઇ કોળી પટેલ રહે.ગામ લિયા તાલુકો વિરમગામ ને ઝડપી લઇ બાવળા પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...