તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બહુચરાજી રોડ પરથી રૂ. 1.36 લાખના દારૂ સાથે કાર ઝડપાઈ

વિરમગામ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિરમગામ ટાઉન પોલીસે કામગીરી હાથ ધરી
 • રૂ. 6,36,400 મુદ્દામાલ ઝડપી ગાડીના માલિક અને ચાલક અંગે વધુ તપાસ હાથ ધરી હતી

વિરમગામ ટાઉન પોલીસ દ્વારા વિરમગામ બહુચરાજી રોડ પર આવેલ પોપટ ચોકડી પાસેથી રૂ. 1.36 લાખથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત બિનવારસી ફોરવીલ કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ રૂ. 6,36,400/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે પોપટ ચોકડી પાસેથી 5 દિવસમાં બીજો મોટો દારૂનો જથ્થો ટાઉન પોલીસે ઝડપી પાડયો હતો.

વિરમગામ ટાઉન પોલીસ સ્ટાફ 30 માર્ચના રોજ રાત્રે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન વિરમગામ-બહુચરાજીરોડની પોપટ ચોકડી નજીક આવતા ખાનગી બાતમી મળી હતી કે પોપટ ચોકડીથી નીલકી ગામ તરફ રોડની સાઈડમાં એક લાલ કલરની ગાડી શકમંદ હાલતમાં પડેલ છે જે બાતમી વાળા સ્થળ પર તપાસ કરતા બિનવારસી હાલતમાં પડેલી અને સીટના પાછળના ભાગે અને પાછળની ડેકીમાં ભારતીય બનાવટના વિવિધ બ્રાન્ડની 253 બોટલ અને બીયરના 8 નંગ મળી કુલ રૂ.1,36,400ના વિદેશી દારૂ અને ગાડી કિંમત રૂ.5,00,000 મળી કુલ રૂ. 6,36,400 મુદ્દામાલ ઝડપી ગાડીના માલિક અને ચાલક અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો