તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે કાયલા ગામમાં જૂથ અથડામણ થઈ હતી જેમાં એક જૂથ તરફથી હથિયારો સાથે હુમલો તથા તેમજ પથ્થરમારો કરવામા આવ્યો હતો આ બાબતે ફરિયાદ નોંધાયા બાદ નળસરોવર પોલીસે આ કેસમાં 4 આરોપીને એક દેશી હાથ બનાવટનો તમંચા તથા એક લોખંડની પાઇપ તથા એક લાકડી કબ્જે કરી તમામ આરોપીને જેલ હવાલે મોકલી આપ્યા છે આરોપીઓને 3 દિવસના રિમાન્ડ પર લેવાયા છે.
કાયલા ગામમાં ચૂંટણીની અદાવતમાં જૂથ અથડામણ થઈ હતી જેમાં એક જૂથના આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ગેરકાયદે મંડળી બનાવી એક જુથ થઇ દેશી હાથ બનાવટનો તમંચો,લોખંડની પાઇપ, લાકડીઓ તથા ધારીયા જેવા હથીયારો ધારણ કરી તથા છુટા પત્થરો વડે એક જૂથના લોકોને માર મારી ગુનો કર્યો હતો.
જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક ડો. લવિના સિન્હા વિરમગામે આ ગુનાના આરોપીઓને પકડી પાડવા પી આઈ વાઘેલાને સૂૂચના આપતા પોલીસે આરોપીઓની બાતમી મેળવી ગણતરીના કલાકોમાં સલીમભાઇ વલીભાઇ સીદાણી, હાસમભાઇ ઇમામભાઇ સીદાણી ,અલ્તાફભાઇ હબીબભાઇ સીદાણી અને કમરૂદૃદીનભાઇ વલીભાઇ સીદાણી (તમામ રહે. કાયલા, વિરમાગ)ને પકડી પાડી દિન-3 ના રીમાન્ડ મેળવી આરોપીઓના કબ્જામાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો તથા એક લોખંડની પાઇપ તથા એક લાકડી કબ્જે કરી જેલ હવાલે મોકલી આપી કાર્યવાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.