રાજકારણ:કમલમમાં સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડ ભાજપમાં જોડાયા

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સર્મથકો પણ જોડાયા હતા. - Divya Bhaskar
સર્મથકો પણ જોડાયા હતા.
  • ગાંધીનગરમાં ભાજપના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ભાજપમાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં પુનઃ પ્રવેશ કર્યો

ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે અમદાવાદ જીલ્લાના પૂર્વ પ્રમુખ અને વિરમગામ - સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડ,સહિત સાણંદ પાલિકાના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ પટેલ, બોપલ-ઘુમા પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેશભાઇ પટેલ મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે તેમજ કોંગ્રેસના તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, રજનીભાઈ પટેલ, ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, પુર્વ મંત્રી જશાભાઈ બારડ, પુર્વ પ્રમુખ અમદાવાદ જીલ્લા કુશળસિહ પઢેરીયા, મીડીયા કન્વીનર યગ્નેશભાઈ દવે, પ્રદેશના સહ પ્રવકતા ડૉ.ઋત્વિજ પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝૂબિનભાઈ આશરા સહિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...