તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં 23 એપ્રિલના રોજ મુદવાળ વિસ્તારમાં લોકડાઉનનો ભંગ કરનારા યુવકની ધરપકડ કરાતા સ્થાનિક લોકોએ યુવકને છોડાવવા બળજબરી સહિત હંગામો કરતાં 27 લોકોને સ્થળ પરથી ઝડપી લીધા હતા. જે મુજબના ગુનાના કામના 5 ઇસમોને પાસા હેઠળ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા અટકાયતકરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. વિરમગામ ટાઉન પો.ઇન્સ. એચ.બી.ગોહીલે પોલીસ સ્ટેશન વિસ્તારના માણસોને સઘન પટ્રોેલીંગ રાખી લોકડાઉનનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરવા સુચના કરી હતી. જે અન્વયે વિરમગામ ટાઉન પો.સ્ટે. ખાતે 23એપ્રિલે વિજય રમેશભાઇ ડાભી વિરૂધ્ધ ગુનો દાખલ થતા તેઓને છોડાવવા સારૂ કેટલાક માણસો પોલીસ સ્ટેશન ખાતે એક સંપ થઇ ગુનાહીત કાવતરૂ રચી ટોળા વળી આવી પોલીસના કાયદેસરના કબજામાંથી છોડાવી લઇ જવા સારૂ બળ પ્રયોગ કરી બીન જરૂરી ઘષર્ણ કરી પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો હતો. જે અંગે ગુનો દાખલ કરાયો હતો. તેમાંથી 5 અસામાજીક તત્વો વિરૂધ્ધમાં જરૂરી દસ્તાવેજો એકત્રીત કરી પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા પોલીસ વડા આર.વી.અસારીના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા કલેક્ટર અમદાવાદને મોકલી આપતા અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે.નીરાલાએ પાસા હેઠળ અટકાયત કરવા સારૂ હુકમ કર્યો હતો.જે અનુસંધાને વિરમગામ ટાઉન પો.ઇન્સ. એચ.બી.ગોહીલે પાસા હેઠળ અટકાયત કરી સંબધિત જેલ ખાતે મોકલી આપી અસરકારક અને સકારાત્મક કાર્યવાહી કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પાસા હેઠળ વિજય રમેશભાઈ ડાભી (કોળી પટેલ), નિલેશ ઉર્ફે લાલો હસમુખભાઈ સાણંદિયા (ભાવસાર), દોલતસિંહ બનેસિંહ ચૌહાણ, દિપકભાઈ મહેંન્દ્રભાઈ માધર (કોળી-પટેલ), હસમુખભાઇ ઉર્ફે હકુ વશરામભાઇ પાનસનીયા (કોળી પટેલ)નો સમાવેશ થાય છે. તમામને સુરત મોકલાયા હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.