તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિરમગામમાં મંગળવારે સાંજે ઉછીના આપેલા નાણાંની ઉઘરાણી કરતાં ઝઘડો થયો હતો. જેમાં ફાયરિંગ સહિત ઘારિયા તથા લાકડીઓ ઉછળતા બંને પક્ષે થઇ 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વિરમગામમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં ફાયરિંગ થતાં વિસ્તારમાં ચકચાર મચી છે. જ્યારે આ બનાવને લઇ વિરમગામ પોલીસે સામસામી ફરિયાદ લઇ તપાસ શરૂ કરી છે. જ્યારે પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ફરિયાદી અજીતભાઇ ભીમાભાઇ ભરવાડે (ઉ.વ.24 હાલ રહે. પરીમાલ પાર્ક સોસાયટી મકાન નંબર -2 ,વિરમગામ મુળ રહે- શિયાલ) આપેલી ફરિયાદ અનુસાર મંગળવારના રોજ સાંજે હાંસલપુર ગામ પાસે આવેલા સ્વાગત હોટલ ખાતે અમારી કાર મારા પપ્પાએ મૂકેલી હોય જે લેવા સારૂ હું તથા મારો નાનો ભાઇ ભરત અમારી ફોરટ્યુનર ગાડી લઇ ગયેલા અને ત્યાં જઈ હું મારી ફોરટ્યુનર ગાડી ચલાવી તથા મારો નાનો ભાઇ ભરત કાર ચલાવી અમો વિરમગામ તરફ નીકળ્યા હતા.
વિરમગામ ગંગાસર તળાવ ત્રણ રસ્તા પાસે આવતા ડાબી બાજુ વળતા વણાંક ઉપર આવેલા ખેતલાઆપા નામની ચાની હોટલ પાસે મારી ગાડી ધીમી પડતા ત્યાં ઉભેલા કિશનભાઇ નવઘણભાઇ ભરવાડ (રહે.સોકલી) નાની બંધૂક લઇને તથા તેનો મિત્ર અમિતભાઇ રબારી પોતાના હાથમાં છરા વાળી બંધુક લઇને તથા ખેતલા આપા ચાની હોટલવાળા પોતાના હાથમાં ધારિયુ લઇને તથા અસ્લમ પોતાના હાથમાં લાકડી લઇને તથા તેનો મિત્ર અજય ઠાકોર લાકડી લઇને બધા એક સંપ થઇ મારી તથા મારા ભાઇની ગાડી તરફ ધસી આવ્યા હતા. જાનથી મારી નાખવાના ઇરાદે અમારી બંને કાર પર કિશનભાઇ ભરવાડ તથા અમિતભાઇ રબારી બંને જણા પોતાના હાથમાની બંધુકો વડે આડેધડ ફાયરીંગ કરવા લાગ્યા હતા.
પાછળ આવતા મારા મિત્ર રામશીભાઇ છગનભાઇ ભરવાડ તથા ચેતનભાઇ ઘેલાભાઇ ભરવાડ બંન્ને અમોને ઓળખતા હોય અને અમારી ગાડીઓ ઓળખી જતા આ બંન્ને જણા પોતાની રીક્ષા સાઇડમાં મુકી બંને અમોને છોડાવવા સારૂ રીક્ષામાંથી ઉતરી અમારી પાસે આવતા હતા તે દરમ્યાન આરીફે પોતાના હાથમાનું ધારિયું લઇને આ રામશીભાઇ ભરવાડને કહ્યું હતું કે તું કેમ વચ્ચે પડે છે તું પણ મરવાનો થયો છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ જાનથી મારી નાખવાના ઇરાદાથી ધારીયાનો એક ઘા રામશીભાઇના માથાના ભાગે માર્યો હતો. અસ્લમે લાકડી આ રામશીભાઇના માથાના ભાગે મારવા જતાં હાથે ઇજા થઈ હતી. આ વખતે ચેતનભાઇ ભરવાડના આ રામશીભાઇને છોડાવવા જતા અજયભાઇ ઠાકોરે લાકડી વડે ચેતનભાઈ ને ડોકમાં પાછળના ભાગે લાકડી મારી હતી. રામશીભાઇ ભરવાડને માથામાં ઇજા થયેલ હોય અને લોહી નીકળતું હોય જેથી ઉપરોક્ત તમામ માણસો ત્યાંથી જતા રહેલ અને જતા જતા ધમકી આપી હતી. આરોપીઓમાં કિશનભાઇ નવઘણભાઇ ભરવાડ, અમિતભાઇ રબારી, અસ્લમ સંધી, આરિફ સંધી, અજય ઠાકોરનો સમાવેથ થાય છે.
બંને પક્ષે ધારિયા તથા લાકડીઓ સાથે મારામારી થઇ, પોલીસ તપાસ શરૂ
જ્યારે સામાપક્ષે ફરિયાદી આરિફ હુસેનભાઇ સઓ નુરમહમદ સંધી ગંગાસર ત્રણ રસ્તા પાસે ખેતલાઆપા ચા-નાસ્તાની હોટલ ધરાવે છે. મંગળવારે સાંજે ફરિયાદી અને તેના મામાનો દિકરો અસ્લમભાઇ અબ્દુલભાઇ સંધી, મિત્ર કિશન નવઘણભાઇ ભરવાડ હાજર હતા. તે દરમ્યાન ફાયરિંગ થતુ હોવાનો અવાજ સંભળાતા હોટલમાંથી બહાર આવ્યા હતા.જોયું તો મારી હોટલની સામે કારમાંથઈ અજીતભાઇ ભીમભાઇ ભરવાડ,ભરતભાઇ ભીમાભાઇ ભરવાડ ,ચેતનભાઇ સૈલાભાઇ ભરવાડ તથા એક હાસલપુર ગામનો ભરવાડ કિશન ભરવાડ તથા બીજા માણસો સાથે ઝઘડો કરતા હોય તેઓના ઝઘડામાં વચ્ચે પડી છોડાવતો હતો તે દરમ્યાન ભરત ભરવાડે તેના હાથમાના ધારીયા વડે મને માથાના ભાગે માર્યું હતું. જેથી મને મારો પિતરાઈ ભાઈ અસ્લમ મારી પાસે દોડી આવ્યા હતા. દરમ્યાન ચેતને પોતાના હાથમાંની લાકડીનો બીજો ઘા પણ મારા પિતરાઈ ભાઈ અલમને માથાના ભાગે માર્યો હતો. આરોપીઓમાં ભરતભાઈ ભીમાભાઈ ભરવાડ, ચેતનભાઈ ચેલાભાઈ ભરવાડ, અજીતભાઈ ભીમાભાઈ ભરવાડ, હાંસલપુર ગામના શખ્સનો સમાવેશ થાય છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે સામસામી ફરિયાદ લઇ કાર્યવાહી શરૂ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.