આક્રોશ:ગટરનું દૂષિત પાણીનો નિકાલ ન થવાને કારણે રોગચાળો ફેલાવાનો સ્થાનિકોમાં ભય

વિરમગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ નગરપાલિકા વોર્ડ ન. 2 નિલકી ફાટક વિસ્તારની રતનબેનની ચાલીમાં
  • જીલ્લા કલેકટરને જાહેરહીતની લેખીત ફરિયાદ, આ વિસ્તારમાં અનુ.જાતિના 300 પરિવારો રહે છે

વિરમગામ નગરપાલિકા વોર્ડ ન. 2 નિલકી ફાટક વિસ્તારની રતનબેનની ચાલીમાં રહેતા અનુ.જાતિ વિસ્તારમાં ગટરનું દૂષિત પાણીનો નિકાલ ન થતા રોગચાળો થવાનો ભય બાબત કે.કે.નિરાલા,(આઈ.એ.એસ)અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરને જાહેર હિત ની ફરિયાદ કિરીટ રાઠોડ, સામાજિક કાર્યકર. રહે. રતનબેનની ચાલી દ્વારા કરવામાં આવેલ છે. નિલકી ફાટક વિસ્તાર વોર્ડ. ન.2 માં આવે છે. અહીં મુખ્યત્વે અનુ.જાતિના 300 પરિવારો રહે છે. આ વિસ્તારમાં આઝાદીના 70 વર્ષ થવા છતાં ભૂગર્ભ ગટર ચાલુ કરવાં આવી નથી. અંદાજે 2 વર્ષ અગાઉ આ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી આ ભૂગર્ભ ગટર નું પાણી ના નિકાલ નું કામ કરવામાં આવ્યું નથી. આ કામ કરનાર એજન્સી દ્વારા આડેધડ કોઈપણ લેવલિંગ કર્યા વિના ભૂંગળાઓ નાખી દીધા છે. જેથી રતનબેનની ચાલી, રામદેવપીર મંદિર પાસે. પાછલા 25 દિવસથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રસ્તા ઉપર થઈ ધાર્મિક જગ્યા પાસે એકઠું થાય છે. આ દૂષિત પાણી થી આજુ બાજુના રહીશો ત્રાહિમામ થઈ ગયા છે. ચાલીના રહીશોને અવર જવર માં ખૂબ હાડમારી વેઠવી પડી રહી છે. અને નાના બાળકો તો ગંદા પાણીમાં ચાલતા લપસીને પડી પણ જાય છે. સ્થાનિક રહીશો દ્વારા અવાર નવાર આ બાબતે વિરમગામ નગરપાલિકામાં ફરિયાદ કરી ચુક્યા છે. આ ફરિયાદ અંગે નગરપાલિકા દ્વારા એક દિવસ સફાઇ કામદારોને મોકલી ગટર સફાઈ કરી હતી. પરંતુ ફરિયાદ નો નિકાલ થયો નથી. ગટરનું લેવલિંગ બરાબર ન હોઈ તેમજ મુખ્ય રસ્તામાં મોટી ચેમ્બર પણ બનાવી ન હોઈ આ સમસ્યા સર્જાય છે. હાલ માં રતન બેન ની ચાલી માં ભૂગર્ભ ગટર ઉભરાય છે તેનું કારણ કે ગટરનું પાણી નિકાલ ની દિશા તરફ આગળ જવાને બદલે ગંદુ પાણી પાછું પ્રેસર થી આવતું હોય ગટર ઉભરાય છે. આ સમસ્યા નો ઉકેલ લાવવા માટે આ વિસ્તાર ની મુખ્ય રોડ ઉપર આવેલ તમામ ચેમ્બરો ખોલીને પાણી જવા માટે જે કાંઈ અવરોધ હોઈ તેને દૂર કરવામાં આવે તેમજ પ્રેશર મારવામાં આવે તો નિકાલ વાળી જગ્યાઓ ખુલ્લી થાય અને પાણી આગળ નીકળે તેવું અમારું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...