બેઠક:વિરમગામ APMC ખાતે GSFC એગ્રિટેક દ્વારા ખેડૂત સભા યોજાઈ

વિરમગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે બેઠક યોજાઈ
  • ​​​​​​​ખેડૂતોને મૂંઝવતા વિવિધ પ્રશ્નો અંગે તજ્્્જ્ઞોએ માર્ગદર્શન પૂરું પાડ્યું

વિરમગામ એપીએમસી ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે જીએસએફસી દ્વારા વિશાળ ખેડૂત સભા નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા થી ખેડુત સબસીડરી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ લિમિટેડ કંપની દ્વારા વિરમગામ ખાતે એપીએમસી હોલ માં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવેલ

આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન apmc ચેરમેન લખુભા, ચાવડા અમદાવાદ એરીયા મેનેજર એસ.બી. ઝાલા,GATLઓફિસર એન.પી.સોની,GATL RM પી.બી.સુથાર,વિરમગામ ડેપો ઇન્ચાર્જ જે.એમ.ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી કંપનીના વિવિધ નિષ્ણાત અને તજજ્ઞો પાસેથી ખેતી અને રાસાયણિક ખાતરોના યોગ્ય ઉપયોગ અંગે વિશેષ જાણકારી મેળવી હતી

તેમજ ખેડૂતોને મૂંઝવતા વિવિધ પ્રશ્નો અંગે જીએસએફસીના તજજ્ઞોએ વિગતવાર માર્ગદર્શન પુરું પાડ્યું હતું બાગાયતી પાક પકવતા ખેડૂતોને પણ તેમાં રોગ જીવાત અને તેનું નિયંત્રણ અંગે તેમજ બાયોફર્ટીલાઇઝરનું વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા અંગે સમયાંતરે કંપની પ્રોડક્ટ પર સ્કીમ અંગેનો લાભ લેવા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...