આંદોલન:વિરમગામ એસટી ડેપોના કર્મચારીઓએ ઘંટનાદ કર્યો

વિરમગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન,રાજય એસ. ટી. કર્મચારી મહામંડળ,એસ. ટી. મઝદૂર મહાસંઘ દ્વારા અહિંસક આંદોલન શરૂ

એસ. ટી. નિગમ તે રાજ્યના છેવાડાના માનવીને નહી નફો નહી નુકસાનના ધોરણે સસ્તી, સારી અને સલામત પરિવહન સેવા પુરી પાડે છે, જ્યારે રાજ્ય સરકારનું મોટા માં મોટું જાહેર સેવા સાહસ છે. એસ.ટી. નિગમના કર્મચારીઓ રાત- દિવસ, તડકો-છાયડો, ઠંડી -ગરમી કે વરસાદ કુદરતી કે માનવ સર્જીત આફતો વખતે પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાજ્યની પ્રજાની સેવામાં સતત ખડેપગે રહી પોતાની ફરજો બજાવે છે. આટ-આટલી સેવા નિષ્ઠા હોવા છતાં નિગમ સરકારનું નિષ્ઠુર વહીવટીતંત્ર એક યા બીજા બહાના હેઠળ એસ.ટી. નિગમના કર્મચારીઓના 30 જેટલી માંગણીઓ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી સતત અવહેલના કરતું હોય તેવું જણાઇ રહ્યું છે.

એસ. ટી. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સંકલન સમિતિ દ્વારા નિગમના વહીવટી વડા તેમજ સરકારમાં આ અગાઉ પણ વારંવાર લેખીત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં તે પડતર પ્રશ્નોનો આજ દિન સુધી કોઇ જ ન્યાયિક નિરાકરણ આવેલ નથી, અને તેના કારણે નિગમના કર્મચારીઓમાં અસંતોષ અને રોષની લાગણી ફેલાયો છે. તા.1 ઓક્ટોબર ના રોજ નિગમના તમામ કર્મચારીઓ રીશેષ સમય દરમ્યાન સ્વયંભૂ રીતે જોડાઇને સુત્રોચ્ચાર કર્યો હતો. તા. 4 થી 7 ઓક્ટોબર સુધી નિગમના તમામ કર્મચારીઓ રિશેષ સમય દરમ્યાન સ્વયંભૂ રીતે જોડાઇને ઘંટનાદ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...