રોષ:વિરમગામના વોર્ડ-2ના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારનાં બેનરો લગાવાયાં

વિરમગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરમગામના વોર્ડ -2 માં  લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા. - Divya Bhaskar
વિરમગામના વોર્ડ -2 માં  લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા.
  • વિરમગામ બેઠક માટે ભાજપ દ્વારા હાર્દિક પટેલને ઉમદવાર જાહેર કરાતાં

વિરમગામ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર હાર્દિક પટેલના વોર્ડ નંબર 2 માં ઉભરાતી ભૂગર્ભ ગટરના ગંદા પાણી,દૂષિત પીવાના પાણી અને સાફ-સફાઈને લઈને ગોળ પીઠા વિસ્તાર 250 થી વધારે પરિવાર દ્વારા ચૂંટણી બહિષ્કારના જાહેર બેનર અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

વિરમગામ નગરપાલિકા વિસ્તાર ના વોર્ડ નંબર 2 માં આવેલા ગોળ પીઠા વિસ્તારના રહીશો દ્વારા ઘણા વર્ષોથી ઉભરાતી ભૂગર્ભ ગટરો ના ગદા પાણી ઘરોમાં ભરાઈ રહેવા સહિત ચોખ્ખા પીવાના પાણી અને પાકા રોડ રસ્તાઓ માટે નગરપાલિકા ખાતે વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી હતી હાર્દિક પટેલ તરફથી રજૂઆત કરવા આવેલા લોકોને સ્થાનિક લોકોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે પહેલા સાફ-સફાઈ, પીવાના ચોખા પાણી, રોડ રસ્તા,ભૂગર્ભ ગટરના પ્રશ્નો સુખદ ઉકેલ લાવો અન્યથા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી બેનરો લગાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...