ધાર્મિક:વિરમગામના બાળકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું ઘરે કુંડામાં વિસર્જન કરાયું

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના નીલકંઠ રો બંગ્લોઝના બાળકોએ પત્રકાર વંદના નીલકંઠ વાસુકિયાના માર્ગદર્શન મુજબ ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવી ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરી હતી. બાળકોએ ગણપતિદાદાની ભક્તિભાવથી આરાધના કરી હતી. ઘરના આંગણે કુંડામાં ઇકોફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કર્યું હતું. જે કુંડામાં ગણેશજીનું વિસર્જન કરાયું છે તેમાં તુલસીનો છોડ રોપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...