તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:બાવળામાં થયેલી ઠાકોર યુવાનની હત્યાના વિરમગામ શહેરમાં પડઘા

વિરમગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમાજ આગેવાનોએ આવેદન આપ્યું હતું. - Divya Bhaskar
સમાજ આગેવાનોએ આવેદન આપ્યું હતું.
  • વિરમગામ ઠાકોર સમાજ દ્વારા હિચકારા કૃત્ય અંગે આવેદનપત્ર અપાયું

અમદાવાદ જિલ્લાના બાવળા ગામે સોમવારના રોજ ઠાકોર સમાજના નવયુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેના પડઘા વિરમગામ શહેર ઠાકોર સમાજમાં પડ્યા છે અને બાવળા ખાતે ઠાકોર યુવાનની હત્યાના તમામ આરોપીઓને તાત્કાલિક પકડી જેલ હવાલે કરવા વિરમગામ મિલ રોડ ઠાકોર સમાજ દ્વારા ગુજરાત રાજ્ય ગુહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ઉદ્દેશીને તાલુકા સેવા સદન પ્રાંત ઓફિસે આવેદન પત્ર આપી માગણી કરવામાં આવી છે.

વિરમગામ શહેર મીલરોડ ઠાકોર સમાજ ના સામાજિક કાર્યકરો બળવંતભાઈ ઠાકોર,દેવાભાઈ ઠાકોર,રમેશભાઈ ઠાકોર, મુકેશભાઈ ઠાકોર સહિતનાઓએ આવેદનપત્રમાં માંગણી કરેલ છે કે તા.23/8/21ને સોમવાર ના રોજ અમ.જીલ્લા ના બાવળા ખાતે સાંજના સુમારે દલિત સમાજ ના યુવાનો દ્વારા પૈસા ની બાબતમાં ઠાકોર સમાજ ના નવયુવાન સ્વ.રાહુલ જયંતીભાઈઠાકોર ની કરપીણ રીતે ટોળકી બનાવી ને હત્યા કરવામાં આવી છે જે ને વિરમગામ મીલરોડ ઠાકોર સમાજ સખ્ત શબ્દો માં વખોડી કાઢે છે ને ફરીયાદ માં જે કોઈ આરોપીઓ ના નામ હોય તેમને તાત્કાલીક ધોરણે ધરપકડ કરવામાં આવે ને સ્વ.રાહુલ ઠાકોર ના કુટુંબીજનો ને ન્યાય મળે તે રીતે પગલાં ભરવામાં આવે અને તેમના પરિવાર જનો ને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે આવેદન પત્રની નકલ નાયબ કલેકટર-વિરમગામ પ્રાન્ત કચેરી વિરમગામ, જીલ્લા પોલીસ વડા-અમદાવાદને મોકલવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...