પ્રશિક્ષણ:જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાન વરનો પીરાણામાં પ્રારંભ

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગિરિ ગોસાઈ, જિલ્લાના પ્રભારી વર્ષાબેન દોશી, પૃથ્વીરાજ ભાઈ પટેલ, ધારાસભ્ય બાબુભાઈ પટેલની હાજરી

રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અભિયાન 2021 હેઠળ અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના ત્રી દિવસીય રહેવાસી અભ્યાસ વર્ગ નો પીરાણા ખાતે પ્રારંભ” થયો હતો.

પ્રશિક્ષણ વર્ગના પ્રારંભે પ્રદેશ સંગઠન મહામંત્રી અને સત્રના પ્રથમ વકતા રત્નાકરજી એ 170 જેટલા જિલ્લાના કાર્યકરતાઓને કાર્યકર્તા ઘડતર થી લઈ ને નેતૃત્વ ,પક્ષ ,રાજ્ય અને રાષ્ટ્ર નિર્માણ વિશે ઊંડી સમજ આપી સાથે સાથે જનસંઘ થી લઇ ભારતીય જનતા પાર્ટી ની રાષ્ટ્ર ઘડતર માટે ની વિચારધારા અને અત્યાર સુધી અનેક નામી અનામી કાર્યકર્તા ઓ ની મેહનત અને બલિદાન અંગે પણ માહિતગાર કર્યા હતા.

રત્નાકર જી એ વધુમાં જણાવ્યું હતું કે આપણે કાર્યકર્તા ઓએ જન જન ના માનસ માં આપણા કાર્યો -સરકાર નીતિઓ દ્વારા સંપાદિત કરેલા વિશ્વાસ ને વધુ મજબૂત બનાવીએ. આપણા સંગઠન ના વધેલા વ્યાપ ને પેજ સમિતિ સુધી જ્યારે લઈ ગયા છીએ ત્યારે દરેક કાર્યકર્તા એ લોકો સાથે જીવંત સંપર્ક બનાવી લોકોના મન માં પાર્ટી અને કાર્યકર્તા માટેનો વિશ્વાસ ને અડગ અને સન્માનીય બનાવીએ.સત્ર ના અધ્યક્ષ પદે થી બોલતા પૂજ્ય જ્ઞાનેશ્વરદાસજી બાપુ એ ભારત વર્ષ ના નિર્માણ માં રાષ્ટ્રવાદી શક્તિઓ અને રાષ્ટ્રહિત માં પક્ષ અને કાર્યકર્તા -નેતૃત્વ ઘડતર થાય તેવા આશીર્વાદ આપ્યા હતા

સત્ર માં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગિરિ ગોસાઈ ,જિલ્લાના પ્રભારી વર્ષાબેન દોશી,પૃથ્વીરાજ ભાઈ પટેલ,કેશુભાઈ પટેલ ,ધારાસભ્ય બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સત્ર નું સંચાલન મહામંત્રી નવદીપભાઈ ડોડિયા એ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...