તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણવેશ વિતરણ:જિલ્લામાં 1500 આંગણવાડીનાં બાળકોને 98,214 ગણવેશનું વિતરણ

વિરમગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંગણવાડીમાં પાયાનું શિક્ષણ મેળવીને જવાબદાર નાગરિક બનવાની ભૂમિકા રચાય છે : સંદિપ સાગલે, કલેક્ટર

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયની તમામ આંગણવાડીના બાળકો માટે ગણવેશ આપવાનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આંગણવાડીના બાળકોને ગણવેશ આપવાનો ઉદ્દેશ્ય એ છે કે બાળકોમાં એકસૂત્રતા સાથે સમાનતાનું ધોરણ જળવાય તથા દરેક બાળક આંગણવાડીએ જવા માટે પ્રોત્સાહિત થાય તેમજ રાજયની તમામ આંગણવાડી કેન્દ્રોનું અલગ ઓળખ ઉભી થાય તેવા ઉમદા આશયથી રાજ્યમાં પ્રથમવાર ગણવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ જિલ્લામાં 9 તાલુકામાં 1500 જેટલી આંગણવાડી કેન્દ્રો આવેલા છે. જેમા 3થી 6 વર્ષની વયજૂથના કુમાર અને કન્યાને 98214 ગણવેશ અમદાવાદ જિલ્લા કલેકટર સંદિપ સાગલેના હસ્તે આપવામાં આવ્યાં. દરેક બાળકોને બે જોડી ગણવેશ આપવામાં આવ્યાં. આ ઉપરાંત દરેક બાળકને ગણવેશ સાથે હાઈજીન કીટ આપવામા આવી હતી, જેમાં સેનેટાઈઝર બોટલ, માસ્ક,નેઈલકટર,સાબુ,ટૂથબ્રશ અને રૂમાલ સામેલ છે. કલેકટર સંદિપ સાગલેએ આ પ્રંસગે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ‘’ આંગણવાડીમા પાયાનું શિક્ષણ મેળવીને જવાબદાર નાગરિક બનવાની ભુમિકા રચાય છે’’.

જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, બાળકોના વિકાસમાં આંગણવાડીના સુપરવાઇઝર. સીડીપીઓ, કાર્યકર અને તેડાગર બહેનોનો ખુબ મોટો ફાળો રહેલો છે.’ આ અવસરે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા જણાવ્યું હતું કે બાળકોમાં એકાત્મકતા કેળવાય અને તે આંગણવાડીમા જવા પ્રેરિત થાય તેમજ પ્રાથમિક શાળામાં જવા માટેની તેની પૂર્વભુમિકા બંધાય તેના આગોતરા આયોજનરૂપે આ યુનિફોર્મ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...