ચૂંટણી:વિરમગામ સીટ માટે 3 દિવસમાં 46 , ધંધુકામાં 25 ફોર્મનું વિતરણ

વિરમગામ, ધંધુકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21મીએ ફોર્મ પરત ખંેચી શકાશે, 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી થશે

વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો વિતરણની પ્રક્રિયામાં વિરમગામ સીટ માટે 3 દિવસમાં 46 તેમજ ધંધુકા સીટ માટે કુલ 25 ફોર્મનું વિતરણ થયુ છે.ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 17-11 છે જ્યારે ફોર્મ ચકાસણીની તારીખ 18 -11 છે અને ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખ 21 -11 -22 છે.

વિરમગામ વિધાનસભા સીટની ચૂંટણી બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ યોજાશે ત્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે 10 નવેમ્બરથી વિરમગામ પ્રાંત કચેરી ખાતેથી ઉમેદવારો માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવેલ છે જેમાં 3 દિવસમાં 46 ફોર્મ નો ઉપાડ થયો હતો જેમાં પ્રથમ દિવસે 25 બીજા દિવસે 12 અને ત્રીજા દિવસે 9 ફોર્મ વિવિધ ઉમેદવારો દ્વારા લેવામાં આવ્યા હતા. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, ભારતીય જન પરિષદ, ગુજરાત નવનિર્માણ સેના, જન સેવા ડ્રાઇવર પાર્ટી,આદિ ભારત પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી,આપ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સહિત અપક્ષ ના નામે ઉમેદવારો ફોર્મ લઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે 14 નવેમ્બર થી 17 નવેમ્બર સુધીમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે ત્યારે જોવું રહ્યું 17 તારીખ સુધીમાં વિવિધ પાર્ટીઓ સહિત કેટલા અપક્ષ ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવે છે.

ધંધુકા બેઠક માટે 3 દિવસમાં કુલ 25 ફોર્મનો ઉપાડ થયો છે આ બેઠક માટે ભાજપ તરફથી કાળુભાઈ ડાભીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે હજુ સુધી કોઈપણ પક્ષો દ્વારા કે અપક્ષો દ્વારા ઉમેદવારી પત્રો ભરાયા નથી આગામી દિવસોમાં રાજકીય પક્ષો દ્વારા સભાઓ તથા રેલીઓ ચાલુ થશે ત્યારબાદ ચૂંટણીમાં વધુ ગરમાવો આવશે ઉમેદવારી પત્રો ભરાયા બાદું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.

અન્ય સમાચારો પણ છે...