તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:વિરમગામમાંં 100 બેડની હોસ્પિટલ શરૂ કરવા ચર્ચા

વિરમગામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષણમંત્રીની વિરમગામ શહેરની લીધી મુલાકાત
 • માંડલ મેઘમણી પરિવાર દ્વારા વિરમગામની પ્રજાની સુખાકારી માટે વેન્ટિલેટર ભેટ અપાયું

વિરમગામ પ્રાંત કચેરીએ ખાતે 4મેં મંગળવારે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે,ડી.ડી.ઓ. અરુણ મહેશ બાબુ, વિરમગામ પ્રાંત સુરભી ગૌતમ, ડીવાયએસપી ડૉ. લવીના સિંન્હા, પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા,નગરપાલિકાના પ્રમુખચેતન રાઠોડ, ઉપપ્રમુખ દિપાબેન ઠક્કર, પુર્વ પ્રમુખ રીનાબેન પંડ્યા, આરોગ્ય અધિકારી સહિતના આગેવાનો સાથે મિટિંગ યોજી કોરોનાની સ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો.

મુખ્યમંત્રીના ‘મારુ ગામ, કોરોના મુક્ત ગામ ’ના આહવાનને ઝીલી લઈ સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ફેલાય તે નહી દિશામાં આરંભાયેલી નક્કર કામગીરી સંદર્ભે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. શિક્ષણમંત્રીએ વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકાની મુલાકાત લીધી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિરમગામના ભોજવા ખાતેના કોવીડ કેર સેન્ટરની મુલાકાત લઈ તબીબો સાથે ચર્ચા-વિચારણા કરી હતી.

આ ઉપરાંત શિક્ષણમંત્રીએ વિરમગામ પ્રાંત કચેરી ખાતે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને સ્વૈચ્છીક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી કોવીડના મહત્તમ દર્દીઓને સ્થાનિક સ્તરે જ આરોગ્ય સુવિધા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે અંગેની વ્યૂહરચના ઘડી કાઢી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સીતાપુર ખાતે ઝાયડસ દ્વારા સ્થપાયેલી 120 બેડની હોસ્પિટલના કોવીડ વોર્ડની મુલાકાત લીધી હતી. મંત્રીએ રામપુરા ખાતેના ચંપા વિજય કોવીડ કેર સેન્ટરની મુલાકાત લઈ ઓક્સિજન બેડની સુવિધા માટેનું આયોજન કરવાનિર્દેશ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો