કામગીરી:વંથળ ગામે અનુ.જાતિ વિસ્તારમાં ગંદા પાણીનો નિકાલ કરાયો

વિરમગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ તાલુકા ના વંથળ ગામે અનુ.જાતિ વિસ્તારમાં ગટરનું દુષિત પાણી ભરવાની સમસ્યા અંગે દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ, હરેશ રત્નોતર, નવઘણ પરમાર, રાકેશ સોલંકી સહિત ટીમના સભ્યો દ્વારા જાત તપાસ કરી કિરીટ રાઠોડ દ્વારા સરપંચને 48 કલાકમાં કામ કરવાની ચીમકી આપી હતી. તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનો અને દલિત અધિકાર મંચ દ્વારા રૂબરૂ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. 22જુલાઈ ના રોજ દુષિત પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...