ફરિયાદ:વિરમગામ તાલુકાના વડગાસ ગામે પૈતૃક જમીન બાબતે ધીંગાણું

વિરમગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિત 3થી વધુ ઘાયલ, સામસામે 10થી વધુ સામે ફરિયાદ નોંધાઇ

વિરમગામ તાલુકાના વડગાસ ગામમાં બાપ દાદાની જમીન મામલે ધીંગાણું થતાં ચકચાર મચી છે. લાકડીઓ તથા હથિયારોથી થયેલી તકરારમાં મહિલા સહિત 3થી વધુ લોકોને ઇજા થઇ હતી. આ બનાવ અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન દાખલ થયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી નવઘણભાઈ નારણભાઈ રબારીને સાગરભાઇ રઘુભાઈ રબારી ,પરબતભાઈ જગમાલભાઇ રબારીએ બાપદાદાની જમીનમાં તમને ભાગ આપવો નથી તેમ કહી ફરિયાદી સાથે ઝઘડો કરી સાગરભાઇ રઘુભાઈ રબારીએ તેના હાથમાં ધાર્યું માથાના ભાગે મારી ઈજા કરી લોહીની ફૂટ કરી તથા આરોપી પરબતભાઈ જગમાલભાઇ રબારીએ ફરિયાદીના બંને હાથની ઉપર લાકડી મારી ફેક્ચર કર્યું હોવાથી તથા તેનું ઉપરાણું લઇને રઘુભાઈ ખોડાભાઈ રબારી જગમાલભાઇ ખોડાભાઈ રબારી નરેશભાઈ રઘુભાઈ રબારી રાજાભાઈ રણછોડભાઇ રબારીએ ફરિયાદીને લાકડીઓ વડે મુઢમાર મારી શરીરના અન્ય ભાગમાં ઇજાઓ કરી તથા ભુરાભાઇને ડાબા હાથની પાણીના ભાગે લાકડી મારી ઇજાઓ કરી ફરિયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરવા બાબત નો ગુનો વીરમગામ રુરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

સામા પક્ષે આપેલી ક્રોસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી માયાબેન હીરાભાઈ શેખાએ આપેલી ફરિયાદ અનુસાર રઘુભાઈ ખોડાભાઈને નવઘણભાઈ નારણભાઈ રબારી, કનુભાઈ નારણભાઈ રબારી, ભુરાભાઈ નારણભાઈ રબારીએ પોતાના હાથમાં લાકડીઓ લઈને બાપદાદાની જમીનમાં તમારે પગ મૂકવાનો નથી તેમ કહી મારવા જતા ફરિયાદી વચ્ચે પડતાં તેમના જમણા હાથની ઉપર વાગ્યું હતું તેમજ સાગરભાઇને માથાના ભાગે લાકડીનો ઘા કરતાં લોહી નીકળ્યું હતું તેમજ રાજુબેન ને બરડાના ભાગે તેમજ હાથના ભાગે ઇજાઓ કરી નારાયણભાઈ ખોડાભાઈ રબારીએ આરોપીઓનો ઉપરાણું લઇ જેમ ફાવે તેમ ગાળો બોલી તમામ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા બાબત ફરિયાદ દાખલ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...