તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાઇડલાઇનના ધજાગરા:વિરમગામના વડગાસ ગામે અષાઢી બીજના ધાર્મિક કાર્યક્રમમાં ગાઇડલાઇનના ધજાગરા

વિરમગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિર વધામણા કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વગર લોકો ડીજેના તાલે ઝૂમ્યા : મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા, વિરમગામ રૂરલ પોલીસે 21લોકોની અટકાયત કરી

સરકાર દ્વારા કોરોના સંક્રમણ ઘટવાથી ધાર્મિક પ્રસંગ તથા લગ્ન પ્રસંગમાં થોડી છૂટછાટ આપતા જ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સોશિયલ ડીસ્ટનસ અને માસ્ક પહેરવાનું લોકો ભૂલ્યા છે. વિરમગામ તાલુકાના વડગાસ ગામે વીર બાપજીના વધામણા પ્રસંગમાં સેંકડોની સંખ્યામાં ગામલોકો દ્વારા ડીજેના તાલે ઝુમતા વિડિયોમાં નજરે ચડયા હતા. સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક વગર મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા એકત્ર થઈ કોવિડ નિયમોના ધજાગરા ઉડાડયા મળતી માહિતી મુજબ આ ધાર્મિક કાર્યક્રમની સરકારી મંજૂરી લેવામાં આવી ન હતી.

વડગાસ ગામે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમનો વીડિયો વાયરલ થતાં વિરમગામ રુરલ પોલીસને જાણ થતા પોલીસ દ્વારા વડગાસ ગામેથી આયોજક સહિત 21 લોકોની અટકાયત કરી વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખસેડાયા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

વી.એ.શેખ પો.સબ.ઇન્સ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે હાલમા ચાલી રહેલ કોવીડ 19 ની બીમારીના કારણે વરઘોડા,સરઘસ,ડાયરા,મેળા વિગેરે ઉપર પ્રતીબંધ મુકેલ હોવા છતા વડગાસ ગામ લોકોએ સોશયલ ડીસ્ટન્સ રાખ્યા વગર ગામ લોકોએ “વિરદાદા” નો ડી.જે સાથે વરઘોડો કાઢવામા આવેલ છે તેવી હકીકત મળતા સર્કલ પો.ઇન્સ ડી.એન.ચૌધરી તથા બીજા પોલીસના માણસો વડગાસ ગામે ગયેલ અને ડી.જે તથા વરઘોડામા હાજર રહેલ 21 માણસોને પકડી પાડી ડી.જે નો સામાન જેમાં બોલેરો પીકઅપ ગાડી કિ.રૂ.2,00,000 તથા જનરેટર કિ.રૂ.50,000 સહિત કુલ રૂ.3,85,000નો મુદ્દામાલ કબ્જે કરી જાહેરનામા ભંગનો ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...