અટકાયત:કરકથલ ગામે મુછ મુદ્દે દલિત યુવાન પર હુમલાના કેસમાં 9ની અટકાયત

વિરમગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 તરુણ સહિત 9ની અટકાયત, મુખ્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયાં

વિરમગામ તાલુકાના કરકથલ ગામ રહેતા દલિત યુવકને ગામના શખ્શે કહેલ કે તુ મોટી મુછો રાખીને ગામમા કેમ ફરે છે તેમ કહી જાતી વિષયક અપમાનીત શબ્દો બોલી કરાયેલા હુમલામાં વિરમગામ રુરલ પોલીસ દ્વારા ત્રણ તરુણ સહિત કુલ 9ની અટકાયત કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી ધમા ઠાકોરને ઝડપી પાડવા રૂરલ પોલીસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે .

વિરમગામ તાલુકા ના કરક્થલ ગામે સુરેશ મગનભાઈ વાઘેલા નામના દલિત યુવાન ને કોઈ કારણસર કરક્થલ ગામમાં જ રહેતો અને અન્ય માણસોનું ટોળું સુરેશ વાઘેલા ના ઘરે આવેલ અને તેને માર મારવા લાગે જે દરમિયાન સુરેશ વાઘેલા ની બહેન તરૂણાબેન મગનભાઈ વાઘેલા અને પિતા મગનભાઈ વાઘેલા છોડાવવા માટે વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો અને જાતિ વિષયક અપશબ્દો કહી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હુમલા બાબતે દલિત યુવાનને પૂછતા તેણે મૂછો રાખવા બાબતને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

જે બાબતે ફરિયાદી સુરેશ વાઘેલા ની ફરિયાદ મુજબ હુમલો કરનાર ઘમાભાઈ નરસિંહભાઈ ઠાકોર, કૌશિકભાઇ પ્રવીણભાઈ વાણંદ અત્રિક પ્રતાપભાઈ ઠાકોર સંજયભાઈ ઠાકોર આનંદ ઠાકોર વિજયભાઈ ભરતભાઈ ઠાકોર સહિત વણ ઓળખાયેલા પાંચ શખ્સો વિરુદ્ધ હુમલા સહિત જાતિવિષયક અપ શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી બાબત ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રીક કુમાર પ્રતાપભાઇ ઠાકોર,આનંદ કાનજીભાઈ ઠાકોર, સંજયભાઇ કાનજીભાઈ ઠાકોર, રઘુભાઇ ગાભાભાઇ ઠાકોર, મેહુલભાઇ નટુભાઈ ઠાકોર,દક્ષ સંજ્યભાઇ વાણંદ સહિત કાયદાની પ્રક્રિયામાં આવેલા 3 તરુણ સહિત ફુલ 9ની અટકાયત તપાસનીસ અધિકારી ડીવાયએસપી સહિત વિરમગામ રૂરલ મહિલા પી.એસ.આઇ વી.એ.શેખ અને સ્ટાફ દ્વારા વિવિધ જગ્યાએથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં બાકીના આરોપીઓની પણ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગેલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...