તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચારી બનાવ:ઉછીનાં લીધેલાં નાણાં ચુકવ્યા છતાં ફરી માગી પરિવાર પર હુમલો કર્યો

વિરમગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ તાલુકાના ચણોઠિયા ગામનો ચકચારી બનાવ
  • હાથ ઉછીના લીધેલા રૂપિયા 1 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીએ ફરિયાદીના ઘરે જઇ નાણાં માગી પિતા સહિત 3 પર હુમલો કર્યો હતો

વિરમગામ તાલુકાના ચણોઠીયા ગામે રહેતા એક વ્યક્તિએ માનાવાડા ગામની વ્યક્તિ પાસેથી લીધેલા હાથ ઉછીના રૂ.1 લાખ પરત આપ્યા છતાં તેમના ઘરે જઇ નાણાની ઉઘરાણી કરી યુવકના પિતા સહિત 3 જણ પર ધારિયાથી હુમલો કરતાં વિરમગામ પોલીસમાં 7 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી ગોપાલભાઈ ગોવિંદભાઇ ઠાકોરે માનાવાડા ગામના પ્રભુભાઈ પાસેથી 2017માં 1 લાખ રૂપિયા હાથ ઉછીના લીધેલા અને તે પૈસા ફરિયાદીએ ત્રણેક માસ પહેલા પાછા આપી દીધેલા જે રકમ ફરીથી લેવા માટે પ્રભુભાઈ ચણોઠીયા ગામ 3 જૂન 2021ના રોજ ફરિયાદના ઘરે આવ્યા હતા.

જ્યારે ફરિયાદી હાજર ન હોય ફરિયાદીના પિતા ગોવિંદજી અને તેમની માતા રેવાબેન અને યોગેશ ઘરે હાજર હતા ત્યારે એક લાખ રૂપિયાની ફરીથી માગણી કરતા પૈસા તો તમને અગાઉ આપી દીધા છે તેમ જણાવતા પ્રભુભાઈ ગુસ્સે થઈ જતા રહ્યા હતા. તેમનું ઉપરાણું લઇને રાહુલજી હીરાજી ઠાકોર,હીરાજી જગમાલજી ઠાકોર,સવિતાબેન પ્રભુભાઇ ઠાકોર, લીલાજી જગમાલજી ઠાકોર, સંદીપભાઈ હીરાજી ઠાકોર,ધરમશીભાઈ પ્રભુજી ઠાકોર,પ્રભુજી પોપટજી ઠાકોર ધારીયા લાકડી આવ્યા હતા. ગોવિંદજી રેવાબેન અને યોગેશ ઉપર હુમલો કર્યો હતો.

જે બાબતે તાત્કાલિક ચણોઠીયા ગામે પહોંચતા આરોપીઓ દ્વારા ફરિયાદી ઉપર પણ ધારિયાથી હુમલો કર્યો હતો. જેથી ફરિયાદી ગોપાલભાઈ અને યોગેશને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...