તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:વિરમગામના નાયબ કલેક્ટર, મામલતદારે રસી લીધી

વિરમગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિનય મંદિરમાં કોરોના રસી મુકાઇ

વૈશ્વિક કોવિડ 19 મહામારીને હરાવવા માટે કોવિડ વેક્સીનેશનનો પ્રારંભ 16 જાન્યુઆરીથી દેશભરમાં કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરની કે બી શાહ વિનય મંદિર ખાતે વેક્સીનેશન કરવામાં આવ્યુ હતુ. સોમવારે વિરમગામ પ્રાંત મદદનીશ કલેક્ટર સુરભી ગૌતમ અને મામલતદાર યોગરાજસિંહ જાડેજા સહિતના કોરોના વોરીયર્સને વેક્સિન આપવામાં આવી હતી.

કોવિડ રસીકરણ કેન્દ્ર પર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, અર્બન હેલ્થ ઓફિસર ડૉ.રવિન્દ્રસિંહ વાઘેલા દ્વારા કામગીરીનું સઘન સુપરવિઝન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોવાક્સિન વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. જેમ કે, માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો