રજૂઆત:વિરમગામથી મહેસાણા અપડાઉન ટ્રેનના સમયમાં ફેરાફાર કરવા માગ

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામથી મહેસાણા રોજના 250 કરતાં વધુ મુસાફરો ટ્રેન મારફતે અવર-જવર કરતા હોવાથી સમય બદલવા માગ
  • ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે ડિવિઝનલ મેનેજરને પત્ર લખ્યો

વિરમગામ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા વિરમગામ વિસ્તારના વિરમગામ રેલ્વે જંક્શનથી ઉપડનાર વિરમગામ - મહેસાણા (09492) અને મહેંસાણા - વિરમગામ (09487) છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના રોગની મહાનારીના કારણે બંધ કરવામાં આવી હતી. જે તા 3 સપ્ટેમ્બર 2021 ના રોજ થી શરુ કરવામાં આવી છે. તે ખુબ જ આનંદની વાત છે.

મહેસાણાથી વિરમગામ અને વિરમગામથી મહેસાણા લગભગ રોજના 250 કરતા વધુ સરકારી તેમજ બેંક અને શિક્ષણ સાથે સંકળાયેલા કર્મચારીઓ તેમજ વેપારીઓ અવર જવર કરે છે. સરકારી ઓફિસો તેમજ બેંક અને અન્ય સંસ્થાઓ સવારે 10:30 થી સાંજે 5:30 સુધી કાર્યરત રહે છે. આ ટ્રેન દ્વારા મુસાફરી કરતા કર્મચારીઓ સમયસર ઓફીસ પહોચી શકે તે માટે ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ નો ઉપાડવાનો સમય સવારે 8:30 તેમજ ટ્રેન નંબર 09492 વિરમગામ – મહેસાણા નો ઉપાડવાનો સમય સાંજે 6:00 થાય તે બાબતે ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને સૌ મુસાફરો દ્વારા આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. તો આ બાબતે સત્વરે ઘટતું કરવા ડિવિઝનલ રેલવે મેનેજર, અમદાવાદ ડીવીજન,પશ્ચિમ રેલ્વે ને લાખાભાઈ ભરવાડ દ્વારા લેખિત ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે. ટ્રેનોના સમય બદલવામાં આવે તો અસંખ્ય મુસાફરોને લાભ થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...