તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:વિરમગામ પાલિકામાં સફાઈકામનો ખાનગી કોન્ટ્રાક્ટ રદ કરવા માગણી

વિરમગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયમી સફાઈ કામદારોની ભરતીમાં સિનિયોરિટી મુજબ કાર્યવાહી કરવા માંગ, નહીં તો અહિંસક આંદોલન કરાશે

વિરમગામ નગરપાલિકા દ્વારા સફાઈ કામનાં આપવામાં આવેલા ખાનગી કોન્ટ્રાક્ટ રદ કરવા તેમજ નગરપાલિકા ખાતે કાયમી સફાઈ કામદારોની ભરતીમાં સિનિયોરીટી મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદન અપાયું છે.

વિરમગામ નગરપાલિકાના રોજમદાર તેમજ પાર્ટ ટાઈમ કામ કરતા સફાઈ કામદારો દ્વારા સામૂહિક રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર વિરમગામ પાલિકા દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયાના ખર્ચે સફાઈ કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેનો સખત વિરોધ કરીએ છીએ આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ ગેરસંવિધાનિક છે. તેમજ આ બાબતે હાઇકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા પણ અવારનવાર સફાઈ કામનો કોન્ટ્રાક્ટ ન આપવા બાબતે સંબંધિતોને સૂચનાઓ અને હુકમો આપેલા છે. વિરમગામ નગરપાલિકામાં કાયમી તથા રોજમદારો મળીને 150 જેટલા સફાઈ કામદારો કામ કરી રહ્યા છે.

જ્યારે સફાઈ કામ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે તેનાથી હયાત સફાઈ કામદારોના હક અને અધિકારો ઉપર તરાપ મારવાનું કાર્ય થઈ રહ્યું હોય તેમ લાગે છે. વિરમગામ નગરપાલિકામાં વર્ષોથી રોજમદાર તરીકે કામ કરતા સફાઈ કામદારોને ભરતીમાં પ્રાયોરિટી આપવાની માંગ કરવામાં આવી છે. ઉપર બાબતોએ હકારાત્મક રીતે માગણી મુજબ કાર્યવાહી કરવા માંગણી સાથે ન્યાયના હિતમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...