તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વિરમગામ ની ન્યૂ જીગર સોસાયટીમાં ઓવરફલો ગટરલાઈન નાખવા માગ

વિરમગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઊભરાતી ગટરોથી ત્રાસી મહિલાઓ પાલિકાએ ધસી ગઇ

વિરમગામ વોર્ડ નંબર 2 પોપટ ચોકડી પાસે આવેલી ન્યુ જીગર સોસાયટી ખાતે છેલ્લા છ માસથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાય ને રસ્તા પર ફેલાય છે. જેના માટે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. ત્યારે સ્થાનિકો દ્વારા ન્યુ જીગર સોસાયટીના મેનહોલમાંથી હંગામી ધોરણે ઓવરફ્લો પાઇપ લાઇન નાખી સમસ્યાનું નિરાકરણ લાવવા મહિલાઓ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વિરમગામ નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 2 ન્યુ જીગર સોસાયટી ખાતે રહેતા નિરાલી જીતેન્દ્રભાઈ મહેતા તથા સ્થાનિક મહિલાઓ દ્વારા વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસરને રૂબરૂ મળી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા હલ કરવા માટે આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ન્યુ જીગર સોસાયટી ખાતે છેલ્લા છ માસથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ગંદકીના લીધે મચ્છરોનું બ્રિડિંગ થાય છે અને હાલના કોરોના વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ આ બાબતે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે. અમો આ બાબતે અગાઉ પણ લિખિત મૌખિક રજૂઆત કરી છે. પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી ઉભરાતી ગટર લાઇનોના તાત્કાલિક ઉકેલ માટે હંગામી ધોરણે પાઇપ લાઇન નાખી કામગીરી કરી ગટરના બંધ બ્લોકેજ ગોતી કાયમી નિકાલ લાવવા માટે માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો