તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માટીખનનથી સ્થાનિકોમાં રોષ ફેલાયો:વિરમગામ પંથકમાં ગેરકાયદે માટી ખનન અંગે તપાસ કરવા માંગણી

વિરમગામ20 દિવસ પહેલા
 • કૉપી લિંક

વિરમગામ શહેર અને તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયતોના સહકારથી સરકારી જમીન, તલાવડીઓ, ખરાબામાં થયેલ ગેરકાયદેસર માટી ખનનનો આજની સ્થિતિએ દરેક ગ્રામ પંચાયત પાસે અહેવાલ મંગાવી કાર્યવાહી કરવા બાબત દલિત અધિકાર મંચના કિરીટ રાઠોડ દ્વારા માંગ કરવામાં આવેલ છે.

ઉપરોક્ત વિષય અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર અમદાવાદ, જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ, જિલ્લા પોલીસ વડા, અમદાવાદ, નાયબ કલેકટર. વિરમગામ, ડી.વાય.એસ.પી. વિરમગામ ને ઉદેશીને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર અને તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયતોના સહકારથી સરકારી જમીન, તલાવડીઓ, ખરાબામાં માટી ખનન થયું છે. આ બધુજ શહેરી વિસ્તારોમાં નગર પાલિકા સત્તાધીશો અને તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયતના સરપંચ, અને તલાટીઓની મિલી ભગતથી થઈ રહ્યું હોય તોજ ગામમાં માટી ખનન કોઈ કરી શકે.જેથી આ બાબતે આપ દ્વારા વિરમગામ શહેર અને તાલુકાઓના ગામોમાં નીચેના મુદ્દાઓ આધારિત તપાસ કરવામાં આવે તેવી માંગણીઓ કરું છું.

હાલની સ્થિતિએ વિરમગામ શહેર અને તમામ ગામોમાં કઈ કઈ સરકારી જમીનો, તલાવડાઓમાં માટી ખનન થયું છે. તેની માહિતી એકત્રિત કરવામાં આવે, શહેર અને તમામ ગામોમાં કઈ કઈ સરકારી જમીનો, તલાવડાઓમાં માટી ખનન થયું છે. તેની ફોટો ગ્રાફ, વીડીયો ગ્રાફી કરવામાં આવે તેમજ આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર, વિરમગામ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે,સ્થળ ઉપર સરકારી જમીન અને તલાવડાઓમાં કેટલું માટી માટી ખનન થયું છે. ઉપરોક્ત મુદાઓ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગેર કાયદેસર માટી ખનન અંગે તપાસના અંતે જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો