તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વિરમગામ-વલસાડ પેસેન્જર ટ્રેન તાત્કાલિક શરૂ કરવા માગણી

વિરમગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર- સુરત ઇન્ટરસિટી ટ્રેન તાત્કાલિક શરૂ કરવા તેમજ અન્ય સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ આપવા ધારાસભ્યે ભલામણ કરી
  • ધારાસભ્યે પશ્ચિમ રેલવેના ડીઆરએમની મુલાકાત કરી રજૂઆત કરી

વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા તા.4 સપ્ટેમ્બરના રોજ વિરમગામ રેલ્વે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન ના ડી.આર.એમ ની રૂબરૂ મુલાકાત લઇ કોરોના કાળ દરમિયાન રેલવે દ્વારા બંધ કરવામાં આવેલ ટ્રેનો શરૂ કરવા તેમજ પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનોના પુનઃ સ્ટોપેજ આપવા ભલામણ કરી હતી.

વિરમગામ થી અમદાવાદ તરફ આવતી જતી વિરમગામ-વલસાડ પેસેન્જર ટ્રેન અને જામનગર-સુરત ઇન્ટરસિટી ટ્રેન છેલ્લા દોઢ વર્ષ થી રેલવે પ્રશાસન બંધ કરી દેવામાં આવતા વિરમગામ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની સુખાકારી માટે તેમજ કોરોના મહામારી નો કહેર ઓછો થઈ ગયેલ છે અને રેલ્વે પ્રશાસન દ્વારા વિરમગામ- મહેસાણા વચ્ચે ટ્રેન શરૂ કરેલ છે ત્યારે વિરમગામ અમદાવાદ વચ્ચે અગાઉના રેગ્યુલર શિડયુલ સાથે વિરમગામ-વલસાડ પેસેન્જર ટ્રેન અને સુરત-જામનગર ઇન્ટરસિટી બંને ટ્રેનો શરૂ કરવામાં આવે તો સવાર સાંજ અમદાવાદ નોકરી ધંધા અર્થે જતા શ્રમજીવીઓ તેમજ સ્થાનિકોને મુસાફરી કરવામાં સુગમતા રહે તે માટે ધારાસભ્ય લાખાભાઈ દ્વારા વિરમગામ રેલ્વે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવે અમદાવાદ ડીવીઝનના ડી.આર.એમની મુલાકાત હોવાનું ધ્યાને આવતા ડી.આર.એમની રૂબરૂ મુલાકાત લઇ પ્રજાને પડતી હાલાકી બાબત રજૂઆત કરી હતી અને અન્ય 11 જેટલી સુપરફાસ્ટ ટ્રેનનું વિરમગામ રેલવે સ્ટેશન ઉપર પુનઃ સ્ટોપેજ આપવા માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...