તંત્રની ધૃતરાષ્ટ્ર નીતિ:વિરમગામના શહીદબાગ ફરતે કરાયેલા દબાણ દૂર કરવા બાગબગીચા સમિતિ ચેરમેનની માગ

વિરમગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દબાણોથી બાગની રોનક ખરાબ થઇ છે. - Divya Bhaskar
દબાણોથી બાગની રોનક ખરાબ થઇ છે.
  • પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા પાલિકાની સામે જ લાઇન બંધ દબાણો છતાં ધૃતરાષ્ટ્ર નીતિ અપનાવી રહ્યા છે
  • દબાણો દૂર કરવામાં આળસથી રોષ

મહાગુજરાતની ચળવળ વખતે શહીદ થયેલા વિરમગામના યુવક કૌશિક વ્યાસની યાદમાં વિરમગામ-માંડલ રોડ ઉપર શહીદ બાગ બનાવવામાં આવ્યો હતો. આ બાગની સામે જ એક તરફના રસ્તા ઉપર તાલુકા સેવાસદન બિલ્ડિંગ જેમાં નાયબ કલેકટર અને મામલતદાર સહિતના અધિકારીઓની ઓફીસો આવેલી છે, જ્યારે બીજી તરફના રસ્તા ઉપર નગરપાલિકા સદન આવેલું છે.

ત્યારે વિરમગામ-માંડલ રોડ ઉપર નગરપાલિકાની સામેની તરફ આવેલા શહીદબાગની કમ્પાઉન્ડ વોલ ઉપર દબાણ કરી રોડ સાઇડ 24 જેટલા નાના-મોટા પાકા ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે વિરમગામ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહીદ બાગનું રિનોવેશનનું કામ પૂર્ણ થયું છે અને સમયમાં તેનું લોકાર્પણ પણ યોજાશે ત્યારે વિરમગામ નગરપાલિકા દ્વારા વર્ષોથી વારંવાર દબાણકર્તાઓને માત્ર નોટિસ મોકલી કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.

જેમાં અમદાવાદ જિલ્લા ભાજપ લઘુમતીસેલના હોદ્દેદારોની પણ ગેરકાયદે દુકાન હોય જિલ્લાના અને સ્થાનિક ભાજપના હોદ્દેદારો દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર નહીં થાય તેવી બાંહેધરી આપવામાં આવતી હોવાની ચર્ચા છે ત્યારે વિરમગામ ભાજપ શાસીત નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર અને બાગ બગીચા કમિટીના ચેરમેન જોષનાબેન વિજયભાઇ પરમાર દ્વારા વિરમગામ ચીફ ઓફિસર અને પ્રમુખને શહીદ બાગને ફરતા ગેરકાયદે દબાણો દૂર કરવા લેખિત રજૂઆત કરી છે.

લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ શહીદ ફરતે ગેરકાયદેસ તેમને અગાઉ વારંવાર નોટિસ આપી છે છતાં દિવસેને દિવસે ગલ્લા અને કેબીનોની જગ્યાએ પાકી દુકાનો બનાવી નવા બાંધકામો કરી બગીચાની અંદર પણ ગેરકાયદે દબાણો કરી દુકાનોમાં વધારો કરાયો છે જેની નગરપાલિકા પાસે પૂર્વ મંજૂરી પણ લીધી નથી.

વિરમગામ શહેરમાં પ્રવેશતા વિરમગામના નાક સમાન ગણાતા શહીદબાગ ફરતે આવેલા ગેરકાયદે દબાણો તાત્કાલિક દૂર કરવા માંગ કરવામાં આવી છે. લેખિત રજૂઆતની નકલ વિરમગામ નગરપાલિકા ઉપપ્રમુખ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દબાણ સમિતિ ચેરમેનને પણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...