રજૂઆત:દેત્રોજ-કડી રોડ પર મહેસાણા- વિરમગામ રેલવે લાઇન પર ઓવરબ્રિજ બનાવવા માગણી

વિરમગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા મંત્રી માર્ગ અને મકાન વ્યવહાર ને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માગ

વરમોર-વિઠલાપુર-દેત્રોજ-કડી રોડ પર આવેલ એલ સી નં – 40 બી મહેસાણા -વિરમગામ રેલવે લાઈન પર ઓવરબ્રિજ બનાવવા બાબતે વિરમગામ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા પુર્ણેશભાઈ મોદી મંત્રી- માર્ગ અને મકાનને લેખિત રજૂઆત કરી કરવામાં આવી છે. જેમાં જણાવ્યાનુસાર દેત્રોજ તાલુકાના દેત્રોજ કડી રોડ પર આવેલા એલ સી નં – 40 બી મહેસાણા -વિરમગામ રેલવે લાઈન કી.મી.36/5 થી 36/6 પર આવેલા રેલવેના ફાટકના લીધે રેલવે પસાર થવના સમયે ફાટકના સ્થળે ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. વાહનોની ખુબ લાંબી લાઈન લાગે છે.

દેત્રોજથી નજીકમાં જ હોન્ડા અને મારુતિની મહાકાય ફેકટરીઓ તથા તેના આનુસંગીક ઉદ્યોગો સ્થાપિત થયેલા છે. બીજી તરફ વિઠલાપુર ચોકડીથી હાંસલપુર ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી માતાના મંદિર પણ અસંખ્ય શ્રદ્ધાળુઓની અવર જવર રહે છે. આ માટે કડી અને દેત્રોજ થી વિઠલાપુર વરમોર તરફના રસ્તા ઉપર આવેલા ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવાની ખાસ જરૂરિયાત છે. જેથી કરીને રેલવે પસાર થવાના કારણે ફાટક બંધ થતા બીમાર માણસોને તાત્કાલિક સારવાર માટે જતા લોકોને, શાળા-કોલેજના સમયે આવતા-જતા વિદ્યાર્થીઓને તથા તાત્કાલિક કામના સમયે જતા લોકોની ભારે મુશ્કેલી નિવારણ માટેઆ રેલવે ફાટકના સ્થળે ઓવરબ્રીજ બનાવી લોકોની તકલીફો દૂર થાય. જેથી યોગ્ય કરવા ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા માગણી કરવામાં આવી છે.

દેત્રોજ આસપાસ અસંખ્ય ઉદ્યોગો સ્થપાયા હોવાથી તેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો નોકરી કરતાં હોય છે. જેના કારણે ટ્રેન આવવાના કારણે ટ્રાફિક જામ થતાં કલાકો સુધી અટવાયેલા રહેવું પડે છે. જેથી નોકરિયાત વર્ગ સમયસર નોકરીએ પહોંચી શકતો નથી. નજીકમાં બહુચરાજી મંદિર આવેલું હોવાથી ત્યાં પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે જતા હોય છે. આ વિસ્તારમાં રેલવે લાઇન પર ઓવરબ્રિજ બને તો લાખો લોકોને તેનો સીધો લાભ થાય તેમ છે.

જેથી આ રેલવે લાઇન પર ઓવરબ્રિજ મંજૂર કરી તેનું કામ ઝડપથી શરૂ કરાવાય અને ઝડપથી પુરુ થાય તેવા પ્રયાસો કરાય તેવી માગણી ધારાસભ્ય દ્વાર કરવામાં આવી છે. ઉપરાંત બીમાર વ્યક્તિઓને હોસ્પિટલે લઇ જતાં સમયે પણ ટ્રેન આવતા ફાટક બંધ થઇ જાય છે. જેથી ક્યારેક દર્દીનું રસ્તામાં મોત થવાની પણ સંભાવના રહેલી છે. જેના કારણે આ રોડ પર રેલવે લાઇન પર ઓવરબ્રિજ બને તે ખાસ જરૂરી બન્યું છે. જેથી યોગ્ય કરવા ધારાસભ્યે રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...